દિઓદર ખાતે ઠાકોર સમાજ છાત્રાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

 
 
 
                      દીઓદર ખાતે આવેલ સંત સદારામ ઠાકોર સમાજ છાત્રાલય ખાતે ઠાકોર સમાજના આસ્થાના દેવ સમાન સંતશ્રી સદારામબાપુના ફોટો તથા વિદ્યાદેવી શ્રી સરસ્વતી માતા તથા ગોગા મહારાજની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા તા.૯/૧ર/૧૮ના રોજ સંતશ્રી સદારામબાપુના સાનિધ્યમાં અનેક સંતો મહંતોની ઉપÂસ્થતિમાં મંત્રોચ્ચાર વચ્ચે યોજાઈ ગયો. વહેલી સવારે સૌ સમાજનનો તથા ચાહકોનું આગમન થયેલ.પ્રારંભમાં પધારેલા મહાનુભાવો તથા સંતો મહંતોનું સમાજના બહેનોએ બેડા ઉપર ભવ્ય સામૈયું કરેલ.બાદમાં ભવ્ય શોભાયાત્રા નિકળેલ. ત્યારબાદ ભાવિક ભક્તોની હાજરીમાં મૂર્તિ તથા ફોટાઓની પ્રતિષ્ઠા કરવામાં આવેલ. તેમજ હવન યોજાયેલ.ત્યારબાદ હેલીકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવેલ. ત્યારે સૌ ભક્તવર્ગમાં આનંદની છોળો ઉછળેલ. રાજ્યના પૂર્વમંત્રી કેશાજી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ત્યારબાદ સમાજનું સંમેલન પૂ.સંતશ્રી સદારામ બાપુની ઉપÂસ્થતિમાં યોજાયેલ.
પધારેલા સૌ સમાજજનો, યુવાનોને શ્રી સદારામ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ નાગજીભાઈ ઠાકોર તથા મંત્રી ભવાનજી ઠાકોરે  આવકારેલ. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણે જણાવેલ કે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત વ્યસન અને અંધશ્રધ્ધાથી સમાજને દુર કરી લોકચાહના જગાડનાર પૂ.સદારામ બાપુનો ફોટો મુકી પ્રતિષ્ઠા કરાવવામાં આવી છે. અને એક સાચા સંતના આશીર્વાદ સમાજ ઉપર વરસી રહ્યા છે. ઠાકોર સમાજ આજે પણ ભગવાનના રૂપમાં પૂજ્ય સદારામ બાપૂને પૂજે છે. અને તેમની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે..અનેક સંતો મહંતો ઉપÂસ્થત રહી આશીર્વચન પાઠવેલ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.