02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણા જિલ્લા પંચાયત તૂટવાના એંધાણ : પૂર્વ સાંસદ જીવા પટેલનો જીતુ વાઘાણીને પત્ર

મહેસાણા જિલ્લા પંચાયત તૂટવાના એંધાણ : પૂર્વ સાંસદ જીવા પટેલનો જીતુ વાઘાણીને પત્ર   13/12/2018

સપ્ટેમ્બર મહિનામાં કોંગ્રેસનો પંજા છોડીને ભાજપમાં જાડાયેલા જીવાભાઈ પટેલે ગુજરાત બીજેપી પ્રમુખ જીતુભાઈ વાઘાણીને લખેલા એક પત્રથી ખળભળાટ મચી ગયો છે. પત્ર બાદ હવે આગામી દિવસોમાં મહેસાણાના રાજકારણમાં ભૂકંપ આવી શકે છે.
જીવાભાઈએ લખેલા પત્ર પરથી આગામી દિવસોમાં મહેસાણા જિલ્લા પંચાયત તૂટવાનાં એંધાણ છે. કારણ કે પત્રમાં જીવાભાઈએ ગુજરાત બીજેપી પ્રમુખ પાસેથી કોંગ્રેસના સભ્યોને ભાજપમાં લાવવા માટે મિટિંગની મંજૂરી માંગી છે. એવું કહેવામાં આવી રÌšં છે વર્તમાન મહેસાણા જિલ્લા પંચાયતના નવ જેટલા સભ્યો જીવાભાઈના સંપર્કમાં છે. આ નવ સભ્યો આગામી દિવસોમાં જીવાભાઈની જેમ કોંગ્રેસનો હાથ છોડીને કમળને પકડી શકે છે.
૧૦મી ડિસેમ્બરના રોજ લખવામાં આવેલા પત્રમાં જીવાભાઈએ લખ્યું છે કે, "સવીનય જણાવવાનું કે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની યાદી અમારી પાસે તૈયાર છે. આ અંગેના કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર છે. તો મિટિંગ માટેની તારીખ આપવા વિનંતી છે.

Tags :