બદમાશોએ જ્વેલરને ગોળી મારી ઘરેણાંની કરી લૂંટ

હરિયાણા: મુખ્ય પોલીસ સ્ટેશનથી લગભગ પાંચ કિલોમીટર દૂર પિપલી-કુરુક્ષેત્ર રોડ પર હંમેશાં વાહનોની ભારે અવરજવર રહે છે. ભીડભાડવાળા આ રસ્તા પર હાલમાં જ કેટલાંક બદમાશોએ એક જ્વેલરને ગોળી મારી અને ઘરેણાંની બેગ ઝૂંટવીને ભાગી ગયા. ગોળી વાગી હોવા છતાં તેણે પત્નીને કોલ કર્યો અને કહ્યું- પૂજા મને ગોળી વાગી છે. આપણું બધું જ લૂંટાઇ ગયું છે. આટલું કહેતાં જ ફોન કપાઇ ગયો હતો.
 
પતિનો ફોન કપાયાં બાદ મહિલાએ કોલ બેક કર્યો તો રાહદારી રાજેન્દ્ર નામની વ્યક્તિએ ફોન રિસીવ કર્યો. ત્યાં સુધી નીરજ બેભાન થઈ ગયો હતો. રાહદારીએ પોતાની કારમાં નાંખીને તેને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા. સારવાર દરમિયાન ડોકટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. જો કે નીરજના પગમાં જ ગોળી વાગવાની વાત પોસ્ટમોર્ટમ કરનાર ડોકટર જણાવી રહ્યાં છે. તેના કાનના પાછળના ભાગે ઈજાના જે નિશાન છે, તે કોઈ અણીદાર ચીજનું જણાવી રહ્યાં છે.
 
નીરજ વર્મા મૂળ શહઝાદપુર અંબાલાનો રહેવાસી હતો. નીરજના નાના ભાઈ અમિત વર્માએ જણાવ્યું કે, ત્રણેય ભાઈઓમાં નીરજ સૌથી મોટો હતો. શહઝાદપુરમાં તે ડેરી પ્રોડક્ટની દુકાન ચલાવતો હતો. મિત્રો અને સંબંધીઓની સલાહ પછી દોઢ વર્ષ પહેલાં જ કુરુક્ષેત્રમાં સારા બિઝનેસની આશાએ તેને પીપલી-લાડવા રોડ પર મથાના બસ સ્ટેન્ડ નજીક જ્વેલર્સની દુકાન ખોલી હતી. 
 
એક વર્ષ સુધી તે અહીં ભાડે મકાન રહી એકલો જ રહેતો હતો. પરંતુ બિઝનેસ થોડો સેટ થયાં બાદ આ વર્ષની શરૂઆતમાં પિપલી-લાડવા રોડ સ્થિત અમર કોલોનીમાં તેને પોતાનું મકાન ખરીદ્યું અને એપ્રિલમાં પત્ની અને બંને પુત્રીઓ સાથે શિફ્ટ થઈ ગયો હતો. મોટી પુત્રી નવ વર્ષની છે, જ્યારે નાની દીકરી ચાર વર્ષની છે.
 
બદમાશોએ ઘટનાને પાર પાડતાં પહેલાં નીરજ વિશે સંપૂર્ણ વિગતો મેળવી હશે અને બરાબર તપાસ કરી હશે. એટલે જ તેમણે આવતાંની સાથે જ તેની પાસેથી બેગ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો. ડોકટરો દ્વારા પગ પર ઈજાના નિશાનની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે બદમાશોએ નીરજને રોકીને તેના ઘરેણાંની બેગ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હશે, ત્યારે તેને તેમનો મુકાબલો કર્યો. આ દરમિયાન બદમાશોએ તેના પગમાં ગોળી મારી દીધી. તો રસ્તા પર પડવાને કારણે તેના માથાના પાછળના ભાગમાં કોઈ અણીદાર પથ્થર ઘૂસવાથી ઈજા થઈ હોય કે બદમાશો દ્વારા કોઈ અણીદાર વસ્તુથી તેના પર હુમલો કરવામાં આવ્યો હોઇ શકે છે. જેનાથી તે રસ્તા પર સ્કૂટી સગિત પડી ગયો હોય. નીરજનો એક મોબાઈલ પણ ગાયબ છે. શક્યતા છે કે બદમાશો જતાં સમયે તેનો મોબાઈલ પર ઝૂંટવીને ભાગી ગયા હોઇ શકે છે. જેનાથી તે રસ્તા પર સ્કૂટી સહિત પડી ગયો હોય. નીરજનો એક મોબાઈલ પણ ગાયબ છે. શક્યતા છે કે બદમાશો જતાં સમયે તેનો એક મોબાઈલ ઝૂંટવીને ભાગી ગયા હોય.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.