વાવના કોળાવા ગામે ખેતરમાંથી અફીણનો જથ્થો ઝડપાયો, આરોપીનું નામ શકમંદ રહેતાં તર્ક-વિતર્ક

પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાઘેલાની સુચના તથા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગૃપ પી.આઇ. એસ.એ.ડાભી, પી.એસ.આઇ. બી.ડી. શાહ અને સ્ટાફમાં એ.એસ.આઇ. ખુમાજી, એ.એસ.આઇ. કાન્તીભાઇ, યુ.એચ.સી. વનરાજસિંહ, યુ.પી.સી. જીતેન્દ્રકુમાર, ડ્રાઇવર દલજીભાઇ વિગેરે ટીમ સાથે મળેલ બાતમીના આધારે વાવ તાલુકાના માવસરી પોલીસ મથકના સેજામાં આવેલા કોળાવા ગામે ઢીમા રોડ ઉપર ખેતરમાં રહેતાં વનાભાઇ સોનાભાઇ પટેલના ખેતરમાં ગત તા. ૦૧/૧૦/૨૦૧૮ ની રાત્રે રેડ કરતાં કેફી પદાર્થ અફીણનો જથ્થો (વજન ૧ કિ. ૨૭૭ ગ્રામ) અને ત્રાજવું-બાટ સાથે કુલ રૂ. ૬૪,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. જે જથ્થો માવસરી પોલીસે કબ્જે કરી કોઇ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.  
જા કે, ખેતરમાંથી મળી આવેલો કેફી અફીણનો જથ્થો કોનો છે ? તે પ્રશ્ન સમગ્ર સરહદી પંથકમાં ચર્ચાના એરણે ચડ્યો છે. હાલમાં તો પોલીસે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. પછી તપાસમાં કોથળામાંથી બિલાડું ના નીકળે તે જાવાનું રહ્યું ? હાલમાં લોકમૂખે થતી ચર્ચાઓ મુજબ અફીણના જથ્થાના સાચા માલિક ઉપર ગુનો દાખલ થવો જરૂરી છે. આમા કોઇ નિર્દોષ ભોગ ન બને તે જાવાનું રહ્યું તો આ કોળાવા અફીણ પ્રકરણમાં જિ. પો. વડા અંગત રસ દાખવી અફીણના મુખ્ય સૂત્રધાર વિરૂધ્ધ ગુનો નોંધી જેલ હવાલે કરે જેથી કરીને આ સરહદી પંથકમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને તેના વિક્રેતાઓને સબકનો પાઠ મળે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.