02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / વિજયનગરમાં હરિઓમ હોટલ નજીક ST બસની ટક્કરે મહિલાનું મોત

વિજયનગરમાં હરિઓમ હોટલ નજીક ST બસની ટક્કરે મહિલાનું મોત   12/06/2019

 
વિજયનગરના ગામ એવા મહુવાના ખેતરા ગામની મહિલાને મંગળવારે સવારે ભિલોડા ડેપોની બસના ચાલકે ટક્કર મારતા  ઘટના સ્થળેજ મહિલાનુ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી બસ ચાલક બસ મૂકી ફરાર થતા વિજયનગર પોલીસે ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 
 
મહુવાના ખેતરા ગામના ભાવનાબેન રાકેશભાઇ ખરાડી પોતાનું એક્ટિવા નં.આર.જે-27-વી.એસ-2970 લઈને મંગળવારે સવારે 11:22 કલાકે વિજયનગર બજારમાં આવ્યા હતા. જ્યા થઈ તેઓ હરિઓમ હોટલ ની આગળ થી  પસાર થતા હતા તે સમયે વિજયનગર થી ભિલોડા જતી એસટી બસ નં.જી.જે-18-ઝેડ-1109 ના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ભાવનાબેન જમીન પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. વિજયનગર પોલીસને અને ભાવનાબેનના પરિવાર જનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતકના કાકા સસરા મગનભાઈ લાલજીભાઈ ખરાડીએ ફરાર બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

Tags :