02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ટ્રાવેલ ટૂરિઝમના લિસ્ટમાં ભારતની સ્થિતિ સુધરી, સાઉથ એશિયાના દેશોમાં પાકિસ્તાન અહીં પણ પછાત

ટ્રાવેલ ટૂરિઝમના લિસ્ટમાં ભારતની સ્થિતિ સુધરી, સાઉથ એશિયાના દેશોમાં પાકિસ્તાન અહીં પણ પછાત   06/09/2019

વૈશ્વિક યાત્રા અને પર્યટન પ્રતિસ્પર્ધાની રેન્કિંગમાં આ વર્ષે ભારત 6 સ્ટેપ આગળ આવીને 34માં ક્રમે પહોંચી ગયું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ગઈ વખતે જ્યારે 2017માં આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો ત્યારે ભારત 40માં ક્રમે હતું. જોકે આ રિપોર્ટમાં જોવા મળ્યું છે કે, સાઉથ એશિયા દેશોમાં પાકિસ્તાન ટૂરિઝમ મામલે પણ ખૂબ પછાત છે. કુલ 140 દેશોનું જાહેર કરવામાં આવેલા આ લિસ્ટમાં પાકિસ્તાન 121માં ક્રમે અને સાઉથ એશિયા દેશોની સરખામણીએ સૌથી છેલ્લે છે.
 
વૈશ્વિક યાત્રા અને પર્યટન પ્રતિસ્પર્ધાની રેન્કિંગમાં ટોપ 10 દેશોમાં સ્પેન, ફ્રાન્સ, જર્મની, જાપાન, યુનાઈટેડ સ્ટેટ, યુનાઈટેડ કિંગડમ,ઓસ્ટ્રેલિયા, ઈટલી, કેનેડા અને સ્વિત્ઝરલેન્ડ છે. આ લિસ્ટ દર બે વર્ષે જાહેર કરવામાં આવે છે. સ્પેન આ લિસ્ટમાં 2015થી જ પ્રથમ ક્રમે છે. જ્યારે 2017ના લિસ્ટમાં યુનાઈટેડ 6 ક્રમે હતું જે આ લિસ્ટમાં એક સ્ટેપ આગળ આવીને હવે પાંચમા ક્રમનું સૌથી અગ્રણી ટૂરિસ્ટ કંટ્રી બની છે.
 
પાકિસ્તાન ટૂરિસ્ટને આકર્ષવામાં એશિયન કંટ્રીમાં સૌથી પાછળ રહ્યું છે. અહીં ટૂરિસ્ટ સૌથી ઓછું આવવાનું પસંદ કરે છે. આ વાત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા રજૂ કરવામાં આવેલા ટૂરિઝમ કોમ્પિટિટિવ રિપોર્ટમાં કહેવામાં આવી છે. 2019ના રેન્કિંગમાં એશિયન કંટ્રીમાં પાકિસ્તાને 140માંથી 121માં ક્રમે સ્થાન મેળવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને પ્રતિસ્પર્ધામાં તેની સ્થિતિ સુધારવાની જરૂર છે. જેથી તે રેન્કિંગમાથી બહાર ન નીકળી જાય.
 
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સાઉથ એશિયામાં યાત્રા અને પર્યટનની જીડીપીનો મોટો હિસ્સો ભારતમાંથી આવે છે. અત્યારે પણ મહાઉપદ્વીપમાં ભારત સૌથી પ્રતિસ્પર્ધી યાત્રા-પર્યટન અર્થવ્યવસ્થા છે. રિપોર્ટ પ્રમાણે ચીન, મેક્સિકો, મલેશિયા, થાઈલેન્ડ, બ્રાઝીલ અને ભારત ઉચ્ચ આવકવાળી અર્થવ્યવસ્થા નથી. પરંતુ સાંસ્કૃતિ સંસાધન અને બિઝનેસ ટૂરમાં પણ દરેક ટોપ 35માં સામેલ છે. તેનું મોટું કારણ છે ભારતની પ્રકૃતિ અને સાંસ્કૃતિ સમૃદ્ધી અને કિંમતની સરખામણીએ પ્રતિસ્પર્ધી હોવું.
 
સારા વાતાવરણના ગ્રૂપમાં ભારતને 33મો ક્રમ આપવામાં આવ્યો છે. જ્યારે ગ્રાઉન્ડ અને પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં દેશને 28મો ક્રમ મળ્યો છે. આ સિવાય ભારત આંતરરાષ્ટ્રીય સ્વિકાર્યતામાં 51મો, પાર્કૃતિક સુંદરામાં 14મો અને સાંસ્કૃતિક સંસાધન ગ્રૂપમાં 8મો ક્રમ છે. આ ઈન્ડેક્સમાં કુલ 140 દેશો સામેલ કરવામાં આવ્યા છે. ડબ્લ્યૂઈએફના આ રેન્કિંગમાં સ્પેન ટોપ પર છે.

Tags :