બામણવાડ ગામે દલિતના વરઘોડા પર હુમલા કેસમાં ત્રણ આર્મી જવાન સહીત છ ની ધરપકડ

અરવલ્લી  : મોડાસાના બામણવાડ ગામે ગામમાં અનુ.જાતિ સમાજના યુવકનો ગામમાં વરઘોડો કાઢવા બાબતે તેની અંગત અદાવત રાખી તેના પિતરાઈ ભાઈ પર ગામના જ લશ્કરમાં ફરજ બજાવતા ૩ જવાનો સહીત ૬ વ્યક્તિઓ અને ૧૫ ના ટોળાએ ગડદાપાટુનો મારી મારી સ્ટિક અને લાકડી વડે હુમલો કરતા ચકચાર મચી હતી જેમાં ૧) કાળું સિંહ રણજીતસિંહ જાડેજા, ૨)નરેન્દ્રસિંહ બળવંત સિંહ જાડેજા, ૩)લક્ષ્મણસિંહ મુળસિંહ જાડેજા ૪)કલ્યાણસિંહ રણજિત સિંહ જાડેજા, ૫) ભરતસિંહ મદનસિંહ જાડેજા, ૬) દીપકસિંહ ઉર્ફે ભુરીયો જાડેજા તથા અન્ય ૧૫ લોકોના ટોળા સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં-૩૫/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૨૩,૩૨૬,૫૦૬(૨),૩૨૬,૧૪૩,૧૪૭,૧૪૮ તથા એટ્રે સીટી એકટ કલમ ૩(૨)(૫-અ) તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ જીલ્લા એસી.એસટી સેલના ડીવાયએસપી ગઢવીને સોંપતા નાસતા ફરતા ૬ મુખ્ય આરોપીઓ માંથી ૩ આર્મી જવાન સહીત ૬ શખ્શોને કોમ્બિંગ કરી ઝડપી પાડવામાં સફળતા મળતા જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા 
    બામણવાડ ગામના લશ્કરમાં ફરજ બજાવતા ૧) કાળું સિંહ રણજીતસિંહ જાડેજા, ૨)નરેન્દ્રસિંહ બળવંત સિંહ જાડેજા, ૩)લક્ષ્મણસિંહ મુળસિંહ જાડેજાએ ગામના અન્ય શખ્શો ૪)કલ્યાણસિંહ રણજિત સિંહ જાડેજા, ૫) ભરતસિંહ મદનસિંહ જાડેજા, ૬) દીપકસિંહ ઉર્ફે ભુરીયો જાડેજા તથા અન્ય ૧૫ લોકોના ટોળાએ ૧૬ મે ના રોજ અનુ.જાતિ યુવકના ગામમાં નીકળેલા વરઘોડાની અદાવત રાખી કાળુસિંહ રણજીતસિંહ જાડેજાએ વરરાજાના પિતરાઈ ભાઈ રાકેશભાઈ વિનોદભાઈ પરમારને ફોન કરી બામણવાડ ગામના તળાવની પાળે  બોલાવી તમે લોકોએ ગામમાં વરઘોડો કેમ કાઢ્યો હતો તેમ જણાવી ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુ નો માર મારી સ્ટેમ્પ અને લાકડી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા રાકેશ પરમાર ઘાતકી હુમલાથી માંડ માંડ જીવ બચાવવામાં સફળ રહ્યો હતો યુવકે ઘરે આવી સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરતા યુવકને રવિવારે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા બાદ યુવકના પરિવારજનો વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં લઈ જવાયો હતો 
 આ ઘટના પછી આરોપીઓ ગામ છોડી ફરાર થઈ ગયા હતા એસી.એસટી સેલના ડીવાયએસપી ગઢવી અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચાવડાની સંયુક્ત ટીમ બનાવી ગામમાં ગત રાત્રીએ કોમ્બિંગ કરી  (૧)કાળુસિંહ રણજીતસિંહ જાડેજા (૨)  નરેન્દ્રસીંહ બળવંતસિંહ   જાડેજા (૩) લક્ષ્મણસિંહ મુળસિંહ જાડેજા (૪) કલ્યાણસિંહ રણજીતસિંહ જાડેજા (૫) ભરતસિંહ મદનસિંહ જાડેજા (૬) દિપકસિંહ ઉર્ફે ભુરીયો જેઠુસિંહ જાડેજા તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.