હવામાન વિભાગે ઠંડીને લઈ કરી મોટી આગાહી, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે સૌથી વધુ ઠંડી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, નલિયા, કંડલામાં સૌથી વધુ ઠંડી પડશે. ૪ અને ૫ જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન ઘટશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થશે.હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરી છે. રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું હોવાથી ગુજરાતમાં ૩ થી ૪ તારીખ સુધી ઠંડીના પ્રમાણમાં વધારો થશે. પાંચ દિવસ સુધી કોલ્ડવેવની શક્યતા નહીંવત છે.બીજી તરફ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ કહેર વર્તાવ્યો છે, ઠંડીનુ જોર સૌથી વધુ રાજધાની દિલ્હીમાં દેખાયુ છે. ઠંડીએ દિલ્હીમાં છેલ્લા કેટલાય રેકોર્ડ તોડ્યા છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ રાજ્યમાં પારો ગગડવાની સંભાવના છે, સાથે આગામી ૭૨ કલાકમાં દિલ્હીમાં વરસાદ થવાની પણ સંભાવના છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.