બાસ્કેટબોલના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, ફેન્સમાં શોકનો માહોલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકન બાસ્કેટબોલ લીગ ‘એનબીએ’ના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન અને તેમની દીકરીનું કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. બ્રાયન રવિવારે તેમના પ્રાઈવેટ હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે તેમની ૧૩ વર્ષની દીકરી ગિયાના અને સપોર્ટ સ્ટાફના અન્ય ૭ લોકો પણ હેલિકોપ્ટરમાં જ હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે કૈલાબસાસમાં બ્રાયનનું હેલિકોપ્ટર સંતુલન ગુમાવીને નીચે પડ્યું હતું અને બ્લાસ્ટ સાથે ટૂટી પડ્યું હતું. આમ, હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા દરેક લોકોના મોત થયા છે.
 
કોબી બ્રાયને બાસ્કેટબોલના ખેલાડી તરીકે તેના કેરિયરના ૨૦ વર્ષ લોસ એંજિલસ લેકર્સ ટીમ સાથે પસાર કર્યા છે. આ દરમિયાન તેમણે ટીમને ૫ વખત ચેમ્પિયન બનાવી. તેઓ પોતે ૨૦૦૮માં એનબીએના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (એમવીપી) રહ્યા. તે સિવાય બે વાર ફાઈનલમાં પસંદગી થઈ. બ્રયાને અમેરિકન ટીમને ઓલિમ્પિકમાં બે વાર ચેમ્પિયન બનાવી. બ્રાયનની સૌથી યાદગાર મેચ ૨૦૦૬માં ટોરેન્ટો રેપ્ટર્સ વિરુદ્ધ હતી. ત્યારે તેમણે લોસ એંજિલસ લેકર્સ તરફથી ૮૧ પોઈન્ટનો સ્કોર કર્યો હતો. તેમણે એપ્રિલ ૨૦૧૬માં પ્રોફેશનલ કેરિયરમાંથી નિવૃત્તિ લીધી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.