02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / બિટકોઈન કેસમાં પુર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને કોર્ટે જામીન આપવાનો કેમ ઇન્કાર કર્યો: જાણો

બિટકોઈન કેસમાં પુર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને કોર્ટે જામીન આપવાનો કેમ ઇન્કાર કર્યો: જાણો   09/10/2018

બિટકોઇન કેસમાં પાંચ મહિનાથી ફરાર થયેલા ભાજપના પુર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. હાલમાં સાબરમતી જેલમાં રહેલા નલિન કોટડિયાએ પોતાની ઉપર ખોટા આરોપ હોવાનું જણાવી પોતાની બીમારીનું કારણ આપી જામીન અરજી કરી હતી. અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા આ મામલે સરકારી વકીલ અને આરોપીઓના વકીલની દલીલ સાંભળ્યા બાદ નલિન કોટડિયાની અરજી નામંજૂર કરી દેતા જણાવ્યુ કે કોર્ટ સામે નલિન કોટડિયા વિરૂધ્ધ રજુ કરવામાં આવેલા પુરાવા અને હાલમાં તપાસ મહત્વપુર્ણ સ્થિતિ છે ત્યારે જામીન આપી શકાય નહીં.
 
નલિન કોટડિયા દ્વારા કરવામાં આવેલી જામીન અરજી નામંજૂર કરતા કોર્ટે નોંધ્યુ કે સરકારી વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવા ધ્યાનમાં લેતા નલિન કોટડિયાની ગુનામાં સીધી સંડોવણી જોવા મળી છે. અપહરણ કરી તે પેટે મળેલી રકમ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. આ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સાથે પણ ગુનાના સમયે કોટડિયા સંપર્કમાં હોવાનું તેમના સીડીઆર ઉપરથી સ્પષ્ટ થાય છે.
 
કોર્ટે નોંધ્યુ કે કોટડિયા લાંબો સમય સુધી ભાગતા રહ્યા હતા. જો તેમને જામીન ઉપર છોડવામાં આવે તો તેઓ પુરાવા અને સાક્ષીઓ સાથે ચેંડા કરી શકે છે તેવુ કોર્ટ પણ માની રહી છે. કોટડિયાએ પોતાની બીમારીનું કારણ આપી તેમને જામીન આપવામાં આવે તેવી માગણી કરી છે તે કોર્ટ ગ્રાહ રાખી શકે નહીં. કેસના કાગળો જોતા ખ્યાલ આવે છે કે હાલમાં કેસ મહત્વપુર્ણ સ્થિતિમાં છે તેવા સંજોગોમાં જામીન આપી શકાય નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે ફેબ્રુઆરી મહિનામાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અમરેલી પોલીસ દ્વારા અપરહણ કરી રૂપિયા 12 કરોડના બિટકોઇન પડાવ્યા હતા. આ મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો નોંધવામાં આવ્યા હતો.
 
આ મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા કુલ 12 પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી કોર્ટ દ્વારા કેટલાક કોન્સટેબલને જામીન આપ્યા હતા. નલિન કોટડિયાએ જામીન ઉપર છુટેલા કોન્સટેબલ્સને આધાર બનાવી તેનો લાભ પોતાને પણ મળે તેવી માગણી કરી હતી. જો કે કોર્ટે કોન્સટેબલ્સને આપવામાં આવેલા જામીનનો લાભ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

Tags :