02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / નાનીકડી ચોકડી પાસે આઈશરે રિક્ષાને અડફેટે લેતાં બાળકી સહિત બેનાં મોત

નાનીકડી ચોકડી પાસે આઈશરે રિક્ષાને અડફેટે લેતાં બાળકી સહિત બેનાં મોત   23/03/2019

 
 
કડીના નંદાસણનો પરિવાર રિક્ષા લઈને શિયાપુરા જઇ રહ્યો હતો ત્યારે નાનીકડી નજીક ચાર રસ્તા પાસે સામેથી આવતી આઈશર ગાડીના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં છ વર્ષની બાળકી સહિત બે જણાનાં ઘટના સ્થળે મોત થયાં હતાં. જ્યારે ત્રણ જણાને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક આઇશર મૂકી ભાગી ગયો હતો. 
 
નંદાસણ ગામના આલમભાઈ કેશુમીયા મલેક બુધવારે બપોરે તેમના અને પુત્રીના પરિવાર સાથે નંદાસણથી રિક્ષા (ય્ત્ન ૧૮ છરૂ ૫૪૩૯) માં કડીના શિયાપુરા ગામે લગ્ન પ્રસંગે જવા નીકળ્યા હતા. નાનીકડી ચાર રસ્તા પાસે સામેથી આવતી આઈશર ગાડી (ય્ત્ન ૦૨ ્‌ ૮૭૫૬) ના ચાલકે ટક્કર મારતાં રિક્ષામાં સવાર આલમભાઈ મલેક (૫૬) અને તેમની ભાણી અફશરબાનુ મલેક (૬) ફંગોળાઇને રોડ પર પટકાયા હતા અને તેમની ઉપર આઈશરનું ટાયર ફરી વળતાં બંનેનાં ઘટના સ્થળે મોત થયાં હતાં. જ્યારે રિક્ષામા સવાર અન્ય ત્રણને નાની મોટી ઈજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. કડી પોલીસે ટ્રાફિક હળવો કરી બંનેની લાશ કુંડાળ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. જ્યારે આઈશર જપ્ત કરી ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. 

Tags :