02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / ઈડરમાં ઠાકોર સમાજના પરીક્ષાર્થીઓ માટે સેવા કેમ્પ યોજાયો

ઈડરમાં ઠાકોર સમાજના પરીક્ષાર્થીઓ માટે સેવા કેમ્પ યોજાયો   07/01/2019

અન્ય સમાજાની હરોળમાં હવે ઠાકોર સમાજ પણ કદમ મિલાવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાંથી લોકક્ષ રક્ષક દળની પરીક્ષા માટે સાબરકાંઠા જિલ્લામાં આવતા પરીક્ષાર્થીઓ માટે ઈડર રેલ્વે - સ્ટેશન વિસ્તારના ઠાકોર સમાજના યુવાનો દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 
ગુજરાતમાં સૌ પ્રથમ ઈડર રેલ્વે સ્ટેશન વિસ્તારના ઠાકોર સમાજના યુવાનો દ્વારા સમાજના બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયો હતો. લોકરક્ષક દળની પરીક્ષામાં ગત પરીક્ષાના દિવસે પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે ને લઈ ગઈકાલે ૪૦૦ થી વધુ ઠાકોર સમાજના પરીક્ષાર્થીઓ કે જે હિંમતનગર, વડાલી, ઈડર, વિજયનગર, ખેડબ્રહ્મા તાલુકામાં પરીક્ષા માટે આવ્યા હતા તેમના માટે ઈડર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલમાં તમામ - વિદ્યાર્થીઓ માટે રહેવા - જમવાની તેમજ તેમને તેમના પરીક્ષાના સેન્ટર સુધી પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા ૧૦ દિવસથી વોટસએપ ગૃપમાં મેસેજને લઈ ૪૦૦ થી વધુ યુવક - યુવતીઓ ઈડર આવ્યા હતા. ઈડર રેલ્વે સ્ટેશન વિસ્તારના મધ્યમ વર્ગીય ઠાકોર સમાજના યુવાનોએ પોતાના ખિસ્સા ખર્ચમાંથી ફંડ એકઠું કરી સુંદર આયોજન કર્યુ હતું. 

Tags :