ઢીમા પ્રતાપપુરાની નર્મદા કેનાલ ઉપર પુલ ના બંધાય તો ઉપવાસ આંદોલનની ખેડૂતોની ચીમકી

ઢીમા : વાવ તાલુકાના ઢીમા ખાતે નર્મદા વિભાગના કર્મચારીઓની બેદરકારીથી સોથી દોઢસો ખેડૂતો છેલ્લા પાંચથી છ વર્ષથી હેરાન પરેશાન થઈ ઉઠયા છે. ઢીમાથી ગણેશપુરા તેમજ રામાઆસરા પ્રતાપપૂરા જેવા ગામોને જોડાતા આ કાચા રસ્તા ઉપર નર્મદા કેનાલ આવેલ છે. જે જગ્યાએથી રસ્તો નીકળ્યો છે તે જગ્યા ઉપર કેનાલની કામગીરી પણ કરવામાં આવી નથી. છેલ્લા ચારથી પાંચ વર્ષથી તૂટેલી હાલતમાં પડેલી કેનાલમાંથી પાણી ચાલે છે. પરંતુ નર્મદા વિભાગના કર્મચારીઓની બેદરકારીથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.
જોકે, આ બાબતે ઢીમાના ખેડૂતો દ્વારા ઢીમા પ્રતાપપુરા કેનાલ ઉપર પુલ બાંધવા માટે વાવ મામલતદાર નાયબ કાર્યાલય અને બાંધકામ વિભાગ ગાંધીનગર, મહેસૂલ મંત્રી ગાંધીનગર, મુખ્ય સચિવ ગાંધીનગર,નાયબ કાર્યપાલક ઈજનેર નર્મદા વિભાગ ગાંધીનગર, ગુજરાત મુખ્યમંત્રી, સચિવાલય ગાંધીનગર તેમજ મદદનીશ કલેકટર થરાદને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. જોકે આ બાબતે ઢીમાના ખેડૂત રાજપૂત ઈશ્વરભાઈ મેઘાભાઇના જણાવ્યા અનુસાર થરાદ ખાતે નર્મદા વિભાગની કચેરીમાં ઢીમાના ખેડૂતો દ્વારા ત્રણથી ચાર વખત પુલ બનાવવા માટેની માગણીઓ કરવામાં આવી હતી.તેમ છતાં કચેરીના અધીકારી દ્વારા ખેડૂતોને ઉડાઉ જવાબ આપીને તે વખતે કચેરીમાંથી હડધૂત કરીને કાઢી નાખવામાં આવ્યા હતા. આવું તો ખેડૂતો સાથે બેથી ત્રણ વખત કરવામાંઆવ્યું હતું. પરંતુ પુલની કામગીરીની મજબૂરીથી ખેડૂતોને માત્ર ધક્કા જ ખવડાવવામાં આવી રહ્યા છે. જોકે, આ તમામ ખેડૂતોના બાળકોને અત્યારે અભ્યાસ કરવામાં મોટા પ્રમાણમાં તકલીફો પડી રહી છે અને છેક બે કિલોમીટર ફરીને શાળાએ અભ્યાસ કરવા જવું પડે છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા ટૂંક સમયની અંદર આ ઢીમા પ્રતાપપૂરાની નર્મદા કેનાલ ઉપર પુલ બાંધવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તમામ ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.