PM મોદીએ મેકઅપ આર્ટિસ્ટ રાખી હોવાની વાઈરલ તસવીર થઈ ખોટી સાબિત

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો તેમનું નામ લખેલી સ્ટ્રીપ ધરાવતો લાખો રૂપિયાનો સૂટ યાદ હશે. એ જ રીતે એનએમ પ્રિન્ટ શોલ પણ યાદ હશે, જેના કારણે તેમને ચોમેરથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
 
હવે એવી વાત બહાર આવી છે કે નરેન્દ્ર મોદી ખાસ પ્રકારના મશરૂમ ખાય છે, જેની પાછળ તેઓ ઘણો ખર્ચ કરે છે એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાઇરલ થયા છે કે વડા પ્રધાન મોદીએ મહિને રૂ.૧પ લાખના પગાર પર એક મેકઅપ આર્ટિસ્ટ રાખી છે અને આમ પીએમ મોદી સ્વયંને સજવા-સંવારવા પાછળ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે, જોકે પાછળથી એવું જાણવા મળ્યું હતું કે પીએમ મોદીએ મહિને રૂ.૧પ લાખના પગારે મેકઅપ આર્ટિસ્ટ રાખી હોવાનો દાવો કરતી સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી તસવીર ખોટી હોવાનું સાબિત થયું છે.
'૧પ લાખ રૂપિયે મહિને કી પગાર પર રખ્ખી ગઇ મેકઅપ આર્ટિસ્ટ કે હાથોં મેકઅપ કરાકર સજધજ કર રોને કો નિકલતે નૌટંકીબાજ' કેપ્શન હેઠળ એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. આ તસવીરમાં એક ખુરશી પર નરેન્દ્ર મોદી બેઠેલા દેખાય છે ત્યાં ઊભેલી એક યુવતીના એક હાથમાં બોક્સ છે અને તેનો બીજો હાથ પીએમ મોદીના ચહેરાની પાસે છે. યુવતીએ હાથમાં જે બોકસ પકડ્યું છે તે પ્રથમ દૃષ્ટિએ કોઇ મેકઅપ બોકસ જેવું લાગે છે.
 
આદિત્ય ચતુર્વેદી નામના ફેસબુક યુઝરની ટાઇમ લાઇન આ પોસ્ટ મળી છે, જેને ૧૬,૦૦૦ કરતાં વધુ લોકો શેર કરી ચૂક્યા છે. કોંગ્રેસ લાવો દેશ બચાવોના નામે ફેસબુક પર શેર કરવામાં આવેલી આ પોસ્ટને અત્યાર સુધી ૮,૦૦૦થી વધુ લોકો શેર કરી ચૂક્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.