રાજસ્થાન કોંગ્રેસનાં જુઠ્ઠાણાં અને તર્કને કોઈ નહીં સ્વીકારે : મોદી

 
 
                               રાજસ્થાન વિધાનસભાની ચુંટણી પહેલા એક રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. હિન્દુ જ્ઞાન અંગે રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને મોદીએ વળતો જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીએ મોદીના હિન્દુત્વને લઈને જ્ઞાન અંગે હાલ પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે મોદી હિન્દુત્વની જડના સંદર્ભમાં કોઈ માહિતી ધરાવતા નથી. મોદી કેવા હિન્દુ છે આનો જવાબ આપતા આજે મોદીએ કહ્યું હતું કે હિન્દુત્વ હિમાલય કરતા પણ ઉંચા અને દરિયા કરતા પણ ઉંડા તરીકે છે. આને સમજવાની બાબત સરળ નથી. મોદીને હિન્દુત્વનું જ્ઞાન છે કે કેમ તે અંગે રાજસ્થાનના લોકો મત આપશે. આ વખતે પણ રાજસ્થાન કોંગ્રેસના જુઠ્ઠાણા તથા મુર્ખતાપૂર્વકના તર્કને સ્વીકાર કરનાર નથી. કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણા ફેલાવનાર એક યુનિવર્સિટી બની ગઈ છે. જ્યાં પ્રવેશ કરતાની સાથે જ જુઠ્ઠાણા માટેની પીએચડીનો જન્મ શરૂ થઈ જાય છે. જે વ્યÂક્ત વધારે જુઠ્ઠાણા ફેલાવે છે તેને મોટા પદ આપી દેવામાં આવે છે. રાહુલ ઉપર પરોક્ષ રીતે પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના એક નેતા વિચારે છે કે જાતિ સમિકરણ ઉપર ધ્યાન આપીને મત મળી જાય છે. રાજનીતિમાં કંઈપણ કરવાની જરૂર રહેતી નથી. તેઓ વિચારે છે કે અહીં તો એક વખતે ભાજપ અને એક વખતે કોંગ્રેસને સત્તા મળે છે પરંતુ તેઓ ભુલી જાય છે કે આજ ધરતીએ ભૈરોસિંહ શેખાવતને બે બે વખત સરકાર બનાવવાની તક આપી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.