ડીસા પંથકમાં મિશ્ર ઋતુના કારણે વાયરલ બિમારીઓમાં વધારો

ડીસા : ડીસા પંથકમાં વરસાદી વિરામ બાદ દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી જેવું વાતાવરણ સર્જાતા હાલમાં મિશ્ર ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે.જેના કારણે તાવ શરદી જેવા રોગોમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.ડીસા સિવિલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગી જવા પામી છે.ઘેર ઘેર બીમારીઓના પગલે લોકો વહેલી સવાર થઈ જ સિવિલ ખાતે સારવાર અર્થે આવતા લાંબી કતારો જોવા મળી રહી છે. જોકે આ બાબતે સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જંણાવ્યું હતું કે હાલમાં જનરલ ઓપીડીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.આમ તો ૧૦૦ની આસપાસ રહેતી ઓપીડીમાં  નોંધપાત્ર વધારો થતાં દિવસ દરમિયાંન ૩૦૦ થઈ વધુ કેસો નોંધાય છે. જેમાં મોટાભાગના દર્દીઓ વાયરલ બીમારી તાવ અને શરદીના હોય છે.જોકે હાલમાં  મિશ્ર ઋતુ હોઈ દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને જેના લીધે આવા દર્દીઓમાં નોંધ પાત્ર વધારો થવા પામ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.