દૂધસાગર ડેરીની ઓફર : ૧૦૦ ખાલી થેલી આપી ૧ થેલી દૂધ લઇ જાવ

મહેસાણા : મહેસાણાની દૂધ સાગર ડેરીએ પ્લાÂસ્ટક મુક્ત અનોખી પહેલ શરૂ કરી છે. જેમાં કોઇ ગ્રાહક દૂઘસાગરનાં દૂધની ખાલી ૧૦૦ થેલી પાછી આપે તો તેની સામે નવી ૧ દૂધની થેલી મળશે. જ્યારે ૫૦ થેલી આપશો તો તમને ૧ છાશની થેલી મળશે. જેના કારણે લોકો પ્લાÂસ્ટકની થેલીઓ જેમતેમ ફેંકશે નહીં. આ અનોખી પહેલથી પ્લાÂસ્ટક મુક્ત ભારત અભિયાનને વેગ મળશે.
આ અંગે ગ્રાહકોમાં પણ ખુશીની લહેર જાવા મળી રહી છે. ગ્રાહકો માની રહ્યાં છે કે આ અનોખી પહેલથી લોકો પ્લાÂસ્ટકની થેલી જેમતેમ નહીં ફેંકે. ગ્રાહકોમાં ઉત્સાહ છે કે અમે રોજ થેલી લઇએ છીએ તો થોડા જ દિવસોમાં અમારી પાસે ૫૦થી ૧૦૦ થેલીઓ ભેગી થાય છે. તો અમને આ પહેલનો લાભ મળશે અને અમે પ્લાÂસ્ટકની થેલી તેમને પાછી આપીશું. 
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાÂસ્ટકના ઉપયોગ સામે એક મહાભિયાન ચલાવવાની હાકલ કરી છે. તેમણે જણાવ્યું છે કે આ વખતની મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીએ ભારતને પ્લાÂસ્ટક મુક્ત કરવા તરફ પ્રયાસો થવા જાઇએ. સાથે જ આ અભિયાનમાં મ્યૂનિસિપાલિટી, એનજીઓ અને સહકારી ક્ષેત્ર આગળ આવે. માસિક મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા સમયે મોદીએ આ સંદેશો આપ્યો હતો. તેમણે સાથે આ વર્ષે ૧૧મી સપ્ટેમ્બરે શરૂ થનારા સ્વચ્છ હી સેવા કાર્યક્રમમાં મોટા પાયે લોકોને ભાગ લેવાની અપીલ કરી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.