02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Sabarkantha / ઉંઝામાં યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞના આયોજન માટે બાયડમાં અરવલ્લી જિલ્લા ઉમિયા પરીવારની સંગઠન મીટીંગ યોજાઇ

ઉંઝામાં યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞના આયોજન માટે બાયડમાં અરવલ્લી જિલ્લા ઉમિયા પરીવારની સંગઠન મીટીંગ યોજાઇ   17/05/2019

 
 મોડાસા :  ઉમિયા માતાજી સંસ્થા ઉંઝામાં યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ આયોજન માટે તથા સમાજ ના શૈક્ષણિક સામાજિક અને આર્થિક વિકાસ માટેની અરવલ્લી જિલ્લા  સંગઠન સમિતિ ની રચના કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં શ્રીમોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ મોડાસા  તથા ૪૨ ગોળ કડવા પાટીદાર સમાજ તથા  સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ બાયડના પ્રમુખ તથા મંત્રી અને કારોબારી સભ્યો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા . ઊંઝા ઉમિયા સંસ્થા ઊંઝાથી પ્રમુખ મણીભાઈ પટેલ તથા મંત્રી  દિલીપભાઇ પટેલ તથા સંગઠન સમિતિના ચેરમેન પ્રવિણભાઈ પટેલ વગરેએ હાજર રહીને માર્ગદર્શન આપ્યું હતું. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થા વિશે પ્રમુખ મણીભાઈ પટેલ લક્ષચંડી મહાયજ્ઞ તથા સંગઠન ની દિલીપભાઇ પટેલ તથા પ્રવિણભાઈ પટેલ વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમ સફળ બનાવવા ડી એન પટેલ તથા તેમની કાર્યકર  ટીમ ઉત્સાહ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ના અંતમાં મોડાસીયા સમાજ ના મહામંત્રી સંજયભાઈ પટેલે મહેમાનો અને દરેક સમાજમાં થી પધારેલા હોદ્દેદારો અને કાર્યકરો નો આભાર માન્યો હતો.

Tags :