02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / થરાદમાંથી રોયલ્ટી ભર્યા વગર રેતીની હેરાફેરી કરતું ડમ્પર અટકાવાયું

થરાદમાંથી રોયલ્ટી ભર્યા વગર રેતીની હેરાફેરી કરતું ડમ્પર અટકાવાયું   11/10/2018

 
 
                સરકાર દ્રારા એક બાજુ ચોરી ખાણખનીજની ચોરી થતી અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે માટે થરાદમાં તાજેતરમાં જ બનાસકાંઠાના થરાદ, વાવ, સુઇગામ, લાખણી અને ધાનેરા તાલુકાના ટ્રક એસોસિયેશન દ્વારા સર્વપ્રથમ દરેક ટ્રક માલિકો એ ર્પાસિંગ અનુસાર વજન ભરવાનો તથા ઓવરલોડ ભરશે તો ૧૧ હજારનો દંડ ફટકારવાનો તેમજ જો દંડ નહીં ભરે તો એસોસિએશન દ્વારા આવા વાહનને ખાણખનીજ અથવા મામલતદારને સોપી કાયદેસરની કાર્યવાહી કરવાનો  નિર્ણય કરવામાં આવ્યો હતો.જો કે તેમ છતાં  લાખણીના જેકેશ્વર નામના ટ્રાન્સપોર્ટ માલિકની ગાડીઓ વગર રોયલ્ટીએ હેરાફેરી કરતી હોવાનું ધ્યાનમાં આવતાં મંગળવારે સ્થાનિક ટ્રાન્સપોર્ટરો દ્રારા તેને અટકાવી કાર્યવાહી માટે થરાદ મામલતદારને સોંપવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટરો દ્રારા આ માલિકની ત્રણ ચાર ગાડીઓ રોયલ્ટી ભર્યા વગર વારંવાર આવતી હોવાના આક્ષેપ પણ કરાયા હતા.ત્યારે સંબંધિત વિભાગ આ બાબતથી અજાણ હશે કે પછી આંખમિંચામણાં કરતું હશે તેવી ચર્ચાઓ આ ઘટના બાદ ઉઠવા પામી હતી.

Tags :