ડીસા કોર્ટે માવસરી પી.એસ.આઈ હાજર ના રહેતા ૧૦૦ નો દંડ ફટકાર્યો

ડીસાના ત્રીજા એડિશનલ સેસન્સ કોર્ટના જજે માવશરી પોલીસ મથકના પી.એસ.આઈને રૂ ૧૦૦નો દંડ ફટકાર્યો હતો.બનાસકાંઠાના આગથળા પોલીસ મથકમાં મર્ડરનો કેશ દાખલ કરવામાં આવ્યો હતો.જે કેશના ટ્રાયલમા જુબાની આપવા માટે કોર્ટમા હાજર રહેવા પી.એસ.આઈ એલ.જી.નકુમને હુકમ કર્યો હતો. તેમ છતાં તેઓ હાજર ના રહેતા તેઓને કોર્ટે નોટિસ ફટકારી હતી. તેમજ તેઓ પોતાની ફરજ પ્રત્યે નિષ્કાળજી તથા બેદરકારી દાખવી હોવાનું કોર્ટે ધ્યાને આવતા ડીસા કોર્ટના ત્રીજા એડી.સેસન્સ જજ સી.કે.મુનશીએ શીસ્તભંગ બાબતે પી.એસ.આઈ નકુમને રૂ ૧૦૦નો દંડ ફટકાર્યો હતો.અને તેઓ સામે જ્યુડિશિયલ ડીસીપ્લીન તથા ડેકોરમ જાળવવા બાબતે તાલીમ આપવા ગુજરાત રાજ્યના પોલીસ મહા નિર્દેશકને તાલીમ માટે હુકમ કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.