બનાસકાંઠા જીલ્લામાં ૮૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવશે

પાલનપુર તા.૨૬ મી જાન્યુઆરી-૨૦૧૯, પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી બનાસ કાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ભવ્યતાથી શાનદાર રીતે યોજાશે. ઉલ્લેખનીય છે કે આ મહાન રાષ્ટ્રીય પર્વની ઉજવણી આનંદ, ઉત્સાહ અને હર્ષપૂર્વક યોજાય તે માટે કલેકટર સંદીપ સાગલેના માર્ગદર્શન અને સુચના અનુસાર જીલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સમગ્ર જીલ્લામાં આ પ્રસંગે યોજાઇ રહેલ વિવિધ કાર્યક્રમો, સ્વચ્છતા ઝુંબેશ, રસ્તા મરામત, રોશની, રંગરોગાન અને વિવિધ સ્થળોની સજાવટથી જિલ્લાભરમાં દેશભક્તિના માહોલની જમાવટ થઇ રહી છે.
ઉજવણી પ્રસંગે આગામી તા.૨૧ , ૨૨ અને ૨૪ જાન્યુ. ના રોજ મંત્રીઓના હસ્તે બનાસકાંઠા જીલ્લામાં ૮૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવશે. જેની વિગત આ પ્રમાણે છે. તા.૨૧ જાન્યુ. ના રોજ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રતનપુર આઇ.ટી.આઇ. તા.કાંકરેજ ખાતે ૧૨-૦૦ વાગે રતનપુર આઇ.ટી.આઇ. અને ઝાલમોર પ્રાથમિક આરોગ્ય  કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે.  તેમજ બપોરે ૨-૪૫ વાગે તાલુકા સેવાસદન દિયોદર ખાતે મંત્રી ચુડાસમાના હસ્તે તાલુકા સેવા સદન દિયોદર અને ૬૬ કેવી સબ સ્ટેશન ડુચકવાડાનું લોકાર્પણ મળી મંત્રીના હસ્તે  કુલ રૂ. ૧૭.૮૯ કરોડના લોકાર્પણ કરવામાં આવશે.
તા.૨૧ જાન્યુ. ના રોજ પાલનપુર ખાતે બપોરે ૧૨-૩૦ વાગે પ્રભારી મંત્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તે પાલનપુર ખાતે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને અમૃત યોજના (વોટર સપ્લાશય અને ડ્રેનેજ અન્વયે) રૂ. ૧૭.૮૭ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવશે. તા.૨૧ જાન્યુ. ના રોજ મંત્રી પરબતભાઇ પટેલના હસ્તે હરસદ તા.સુઇગામ ખાતે ૧૨-૩૦ વાગે રસ્તાનું કામ, સુઇગામ ખાતે આઇટીઆઇના બાંધકામનું અને ભાભર ખાતે મામલતદાર કચેરીના મિટીંગ હોલનું મળી કુલ રૂ. ૧૧.૭૦ કરોડના કામોનું ખાત મુર્હૂત કરવામાં આવશે.
તા.૨૨ જાન્યુ. ના રોજ મંત્રી પરબતભાઇ પટેલના હસ્તે ડેડાવા તા. વાવ ખાતે ૧૨-૩૦ વાગે સરકારી માધ્ય.મિક શાળાના મકાનનું, થરાદ ખાતે બસ સ્ટે શનનું અને ડુવા તા.થરાદ ખાતે પ્રાથ. આરોગ્ય કેન્દ્રનું મળી કુલ રૂ.૪.૪૩ કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
તા.૨૪ જાન્યુ. ના રોજ મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે મામલતદાર કચેરી કમ્પાણઉન્ડવ ડીસા ખાતે ૧૦-૦૦ વાગે ડીસા તાલુકા લાઇબ્રેરીના બાંધકામનું અને ડીસા ખાતે સીટી સર્વે કચેરીના બાંધકામનું તેમજ નાની આખોલ તા.ડીસા ખાતે નાની આખોલ ડીસા-૧ અને ડીસા-૨ વિભાગીય કચેરી તથા સ્ટોરરનું, ૬૬ કેવી માલગઢ સબ સ્ટેશનનું અને લાખણી બસ સ્ટેશનનું મળી કુલ રૂ. ૧૨.૮૯ કરોડનાં કામોનું ખાતમુર્હૂત કરવામાં આવશે. તા.૨૪ જાન્યુ . ના રોજ મંત્રી ગણપતભાઇ વસાવાના હસ્તેણ વિરમપુર તા.અમીરગઢ ખાતે સામુહિક આરોગ્યત કેન્દ્રનું અને વાસડા (સાંગ્રા) તા. પાલનપુર ખાતે રસ્તાતના કામોનું મળી કુલ રૂ.૫.૮૫ કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
તા.૨૪ જાન્યુ. ના રોજ મંત્રી પરબતભાઇ પટેલના હસ્તે ૧૦-૦૦ વાગે ધાનેરા ખાતે મોડલ સ્કુલ, રવિયા અને શિયા તા. ધાનેરાની સરકારી માધ્ય મિક શાળાઓનું અને ભાટીબ મુકામે સરકારી માધ્યમિક શાળાના બાંધકામનું લોકાર્પણ અને નાનુડા તા.ધાનેરા ખાતે રસ્તાભના કામનું મળી કુલ રૂ.૧૦.૫૮ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.