02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / માલપુર- મોડાસા હાઈ-વે પર ટેન્કરમાંથી 25.52 લાખનો વિદેશી દારૂ જપ્ત

માલપુર- મોડાસા હાઈ-વે પર ટેન્કરમાંથી 25.52 લાખનો વિદેશી દારૂ જપ્ત   25/11/2018

 મોડાસાના જાલોદર ગામની સીમમાં માલપુર- મોડાસા હાઈવે રોડ ઉપર તા. ર૪/૧૧/ર૦૧૮ ના રોજ બપોરના બે વાગે ગાંધીનગર પોલીસની નાકાબંધી દરમ્યાન ટેન્કરનં. જી.જે. ૯. ઝેડ,રર૭૭ નંબરની ગાડીમાં આવેલા ચોર ખાનામાં સંતાડેલ વિદેશી દારૂ કેજી રોમિયો ઠઠઠ  રમની પેટી નંગ ૭૦૯, જેમાં ૮પ૦૮ નંગ બોટલ હતી. જેની માર્કેટ કિંમત રૂ. રપ,પર, ૪૦૦ નો જથ્થો આરોપી નંબર ત્રણે ભરાવી આપેલ. તે વેચાણ અર્થે ભરી લાવતાં સદર ગાડી ઝડપાઈ હતી. આમ દારૂ, ટેન્કર અને મોબાઈલ મળી કુલ રૂ. ૩પ,પ૪,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ તેમજ પોલીસે બે ઈસમો (૧) તુલસીરામ નંદાજી રાવત (આદીવાસી) રહે. ડુંગલા, અમરપુરા ખેડા, તા.ડુંગલા જી. ચિત્તોડગઢ- રાજસ્થાન તથા (ર) મુકેશ નારાયણલાલ મીણા, રહે. સગવાડિયા, તા. નિમ્બાહેડા, જિ. ચિત્તોડગઢ- રાજસ્થાન વાળાની ધરપકડ કરવામાં આવી હતી. જા કે પોલીસને ત્રીજા આરોપીના નામઠામની ખબર નથી. પરંતુ તેનો મોબાઈલ નંબર ૮ર૩૯૪ ૮૩૪પ૩ ની નોંધ પોલીસે કરી હતી. આ બનાવ સંદર્ભે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ રણજીતસિંહ (આર.આર.સેલ, નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી- ગાંધીનગર વિભાગ) એ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફ.ગુ.ર.નં.પ૪ર૭/ર૦૧૮, ધી ગુજરાત પ્રોહી. એક્ટ કલમ ૬પ એ.ઈ., ૧૧૬ બી. ૯૮(ર)૮૧ મુજબ હેડ કો. વિરભદ્રસિંહ રણજીતસિંહે તપાસ હાથ ધરી છે. તેમજ ટેન્કરમાંથી પકડી પાડવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો તેમજ ટેન્કર અને બે આરોપીઓને પંચનામું કરી મોડાસા રૂરલ પોલીસને સોંપવામાં આવેલ. 

Tags :