02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / બાયડ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને ચૂંટણીના કામે લાગવા ભીખુભાઈ દલસાણીયાનો અનુરોધ

બાયડ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને ચૂંટણીના કામે લાગવા ભીખુભાઈ દલસાણીયાનો અનુરોધ   07/10/2019

અરવલ્લી : આજે અરવલ્લી જિલ્લામાં બાયડની પેટા ચૂંટણી માટેની બુથ સમિક્ષા બેઠક પ્રદેશના  સંગઠનના વરિષ્ઠ પદાધિકારીઓની ઉ૫સ્થિતિમાં યોજાઇ હતી. જેમાં પ્રારંભે જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભીએ સૌનું સ્વાગત કર્યું હતું અને મહામંત્રી શામળભાઈ પટેલે સમિક્ષા બેઠકનું સંચાલન કર્યું હતું. મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ જણાવ્યું કે કાર્યકરોના ચહેરા ઉપર જે ઉત્સાહ દેખાય છે  તેના માટે અભિનંદન આપું છું. જે શક્તિ પડી છે તે બુથમાં પડી છે ને બુથના કાર્યકરો-સૈનિકો ફરી એકવાર કટિબદ્ધ બનીને ચૂંટણીના યુદ્ધમાં જ્યાં કામ સોંપાયું છે ત્યાં કામ કરવા માટેની આ બેઠકમાં કાર્યકરોને મિતભાષી ભીખુભાઇએ માર્ગદર્શન આપ્યું હતું.આજે વાતાવરણ ઘણું જ સારું છે અને રાજ્ય-દેશમાં ભાજપનું શાસન છે ત્યારે બધા જ કાર્યકરોને ખભેખભા મિલાવીને કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ મંત્રી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જિલ્લા પ્રભારી, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ હર્ષદગીરી ગોસ્વામી,સાંસદ દીપસિંહ રાઠોડ,પ્રદેશ ઉપપ્રમુખ  અને બાયડ તાલુકા પ્રભારી જયસિંહ ચૌહાણ, માલપુર તાલુકા પ્રભારી અમિત ઠાકર,પ્રદેશના સભ્યો કનુભાઈ પટેલ, હેમલતાબેન, ચંદ્રિકા બેન સહિતના અન્ય  હોદ્દેદારો, સાબરકાંઠા, ગાંધીનગર જિલ્લાના  ભાજપનાં પ્રમુખ જે. ડી.પટેલ,-મહામંત્રી તખતસિંહ હડિયોલ અને અશોકભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઇ પટેલ, અતુલભાઈ બ્રહ્મભટ્ટ, મહેશભાઈ પટેલ ,નિલાબેન મોડિયા ,સહિતના આગેવાનો, આ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ, ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, અમિત ચૌધરી, ડા. મહેન્દ્રભાઈ પટેલ,સાબરકાંઠા બેંક ચેરમેન મહેશભાઈ પટેલ, જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ, જિલ્લા બક્ષી મોરચા પ્રમુખ ભીખાજી ડામોર, સાબરડેરી ડિરેકટર ભીકહુંસિંહ પરમાર,સહિતના કાર્યકરો આ બુથ સમિક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સમિક્ષા બેઠકમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કાર્યકરોએ દરેક ચૂંટણીમાં ખભેખભા મિલાવીને જે કામગીરી કરી છે તેવા સૌ કાર્યકરો, તમામ બુથ કાર્યકરોને અભિનંદન આપીને આ ચૂંટણીમાં પણ ઉમંગભેર કામ કરવા કટિબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો.
બાયડ તાલુકાના ૨૦૬ બુથ,બાયડ શહેરના ૧૬ ને માલપુર તાલુકાના ૯૮ બુથ મળી બાયડ વિધાનસભા પેટા ચૂંટણીની કુલ ૩૧૬ બુથોની  મહામંત્રી કે.સી.પટેલે સુપેરે સમીક્ષા કરી હતી અને બાયડ વિધાનસભાની તમામ જિલ્લા પંચાયતો,તાલુકા પંચાયતો, તમામ બુથના કાર્યકરો સાથે સીધો સંવાદ કરીને તમામ કક્ષાએ અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગરના કાર્યકરોને  જવાબદારી સુપ્રત કરી હતી.

Tags :