02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીનો વિધિવત પ્રારંભ

યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીનો વિધિવત પ્રારંભ   25/03/2020

અંબાજી 
આજથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીનો યાત્રાધામ અંબાજી ખાતે વિધિવત પ્રારંભ કરાયો છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત આજે યાત્રિકો વગર ખાલી મંદિર પરિસરમાં સ્થાપના કરવામાં આવી હતી. જે હજારોની સંખ્યામાં ચૈત્રી નવરાત્રિને પ્રથમ સ્થાપના દિવસે ઉમટી પડતા હોય છે ત્યારે કોરોના વાયરસની દહેશતના પગલે બંધ થયેલ આ મંદિરમાં એક પણ યાત્રી જોવા ન મળ્યો હતો જોકે વર્ષ પરંપરાગત રીતે  મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજ દ્વારા મા અંબાના મંદિરમાં સ્થાપના વિધિ કરવામાં આવી હતી. એટલું જ નહીં ઘટસ્થાપના વિધિમાં જે જવૈરા વાવવામાં આવે છે. તેની ઉત્પત્તિ જે પ્રમાણે થયો છે તે જોતા વર્ષ દરમ્યાન  વિકાસ માપવામાં આવે છે. જોકે યાત્રાધામ અંબાજી કોરોનાની દહેશતના પગલે હાલ ૩૧ માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ હોવાની જાહેરાત કરવામાં આવી હતી પણ ગતરાત્રિએ વડાપ્રધાન દ્વારા ૨૧ દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યુ છે જેના પગલે હવે અંબાજી મંદિર ૧૪ એપ્રીલ સુધી સદંતર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે આજે અંબાજી મંદિરમાં કરાયેલા ઘટસ્થાપના વિધિ માં ન જોડાતા શ્રધ્ધાળુઓ ચૈત્રી નવરાત્રી ઘટસ્થાપના ના દર્શન ઘરે બેઠા કરી શકે તેમાટે ટ્રસ્ટ દ્વારા યુ ટ્યુબ અને ફેસબુક ઉપર કરાયેલી વીધીનુ જીવંત પ્રસારણ બતાવાયુ હતુ. જેના પગલે કોરોના વાયરસ ઝડપથી અટકે અને ફરી યાત્રિકો અંબાજી આવતા થાય તે માટેની ભટ્ટજી મહારાજ દ્વારા પણ પ્રાર્થના કરાઈ હતી.

Tags : Ambaji ,banaskantha,Deesa,Gujarat,Rakhewal