ED એ પૂર્વ IAS સંજય ગુપ્તાની ૩૬.૧૨ કરોડની મિલકત ટાંચમાં લીધી, MEGAના પૂર્વ ચેરમેનનું કરોડોનું કૌભાંડ ખુલ્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ, નિવૃત્ત IAS ઓફિસર સંજય ગુપ્તા અને તેમની પત્ની નીલુ ગુપ્તા તેમજ તેમની નીસા ગ્રુપ કંપનીઝની અમદાવાદની રૂ. ૩૬.૧૨ કરોડની મિલકત ટાંચમાં લીધી છે. સંજય ગુપ્તાએ, ‘MEGA’માં પોતાના ખાસ માણસોની નિમણૂંક કરીને, ડમી કંપનીઓ ખોલીને, કોન્ટ્રાક્ટ આપીને, બોગસ ઈન્વોઈસ મંજૂર કરીને તેમજ બેન્ક ખાતામાં ગેરકાયદે રોકડ, ચેક અને  DD મારફતે નાણાં જમા કરાવીને રૂ. ૬૫ કરોડ, ૭૩ લાખનું કૌભાંડ આચર્યું હોવાનો EDની તપાસમાં પર્દાફાશ થયો છે.અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ દોડાવવા માટે હાથ ધરાતા પ્રોજેક્ટ મેટ્રો લિન્ક એક્સ્પ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની લિ. (MEGA)ના ભંડોળની ઉચાપત અને ગેરરીતિ આચરવાના આરોપસર સંજય ગુપ્તા અને તેમની પત્ની નીલુ ગુપ્તાની માલિકીની નીસા ગ્રૂપ કંપનીઝની પેટા કંપનીઓ – નીસા લેઝર લિમિટેડ, નીસા ટેક્નોલોજિસ, નીસા એગ્રિટેક એન્ડ ફૂડ્ઝ લિમિટેડ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨( PMLA) અંતર્ગત ક્રિમિનલ કેસ કરાયો હતો. અત્યાર સુધીમાં તપાસ પ્રક્રિયાના ભાગરૂપે રૂ. ૩૬.૧૨ કરોડની મિલકત શોધી કાઢીને ટાંચમાં લેવાઈ છે અને PMLA હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.