02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / દુકાનમાં યુવકે કર્યો આપઘાત, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

દુકાનમાં યુવકે કર્યો આપઘાત, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર   25/12/2018

સાબરકાંઠાના સનાસણમાં આવેલી સીરામિકની દુકાનમાં કામદારે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતા પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ હંગામો મચાવીને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરિવારજનો અને એકત્ર થઈ ગયેલા લોકોએ હોબાળો મચાવતા વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર રનાસણ ગામમાં આવેલી સિરામીકની દુકાનમાં સાગર નામનો યુવાન નોકરી કરતો હતો. દરમિયાન યુવાને કોઈ પણ કારણોસર દુકાનમાં જ ગળાફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી. આ અંગેની જાણ થતા દુકાનના માલિક તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા.
 
આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. બીજી તરફ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારાનો ઈન્કાર કરીને હંગામો મચાવ્યો હતો. તેમજ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયેલા લોકોએ મૃતકના પરિવારજનોને ન્યાય અપાવવાની માંગણી સાથે હોબાળો કર્યો હતો. જેથી પોલીસને વધારાની ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી. ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ મૃતકના પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મોડે સુધી પરિવારજનોએ મૃતદેહ ઉતારવા દેવાનો અને સ્વીકરવાનો ઈન્કાર કરતા પોલીસ પણ અવઢવમાં મુકાઈ ગઈ હતી.

Tags :