ધાનેરા વિસ્તારની ગ્રામ પંચાયતોમાં ૬૫ હજારથી વધુ ગ્રાન્ટ માત્ર બોર્ડ પાછળ ખર્ચાર્ઈ

ધાનેરા : જ્યારે વાત આવે ગેરરીતીની તો ધાનેરા તાલુકા પંચાયતનું નામ મોખરે આવે છે થોડા દિવસ અગાઉ ધાનેરા તાલુકા પંચાયતના પૂર્વ ટીડીઓ સહિત પાંચ લોકો સામે ગેરરીતી બાબતે તંત્ર એજ પોલીસ ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ જાણે ભ્રષ્ટાચાર બંધ થવાનું નામ ન લેતો હોય તેમ ધાનેરાની કેટલીક ગ્રામ પંચાયતોમાં ૬૫ હજારથી પણ વધુ રૂપિયાની ગ્રાન્ટ માત્ર બોર્ડ પાછળ વાપરવામાં આવી છે ત્યારે ખરેખર આ બોર્ડની સાચી કિંમત કેટલી છે તે બાબતે ગુજરાતનાં મુખ્યમંત્રી તપાસ કરાવે તો મોટું કૌભાંડ બહાર આવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
ધાનેરા તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી સહિત પાંચ લોકો સામે ધાનેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ ધાનેરા વિસ્તારની કેટલીક ગ્રામ પંચાયતમાં ૬૫,૦૦૦ રૂપિયા કરતા પણ વધુની ગ્રાન્ટ માત્ર બોર્ડ પાછળ વાપરતા અનેક તર્ક વિતર્ક  ઉઠવા પામ્યા છે. ધાનેરા વિસ્તારના એક સરપંચએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પહેલા ગ્રામ પંચાયત આગળનું બોર્ડ લગાવવામાં માટે તાલુકા પંચાયતમાંથી આદેશ કરવામાં આવ્યો હતો અને એ બોર્ડની કિંમત ૧૧૨૦૦ રૂપિયા લેખે વસૂલ કરવામાં આવી હતી અને તે બાદ થોડા મહિના પછી ફરીથી એ જ જગ્યા ઉપર ૧૦ બાય ૨૦ ફૂટનું પતરા વાળું બોર્ડ લગાવવામાં આવ્યું અને તેની કિંમત ૫૬,૦૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવી છે ત્યારે આ બાબતે અમારી ટીમે તપાસ હાથ ધરી હતી અને સત્ય હકીકત બહાર લાવવાની કોશિશ કરી હતી. આ બાબતે અમારી ટીમ દ્વારા બે દિવસ પહેલા ધાનેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરી આ બોર્ડ ની કિંમત બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બોર્ડ ની કિંમત કેટલી છે તે મને મોઢે યાદ નથી. હું રેકોર્ડમાં જોઈને કહું અને જ્યારે તાલુકા વિકાસ અધિકારીને ઓફિસે આવવાનું પૂછતા તેમને ઉડાઉ જવાબ આપતા જણાવ્યું હતું કે અત્યારે હું કામમાં છું અને મારું કામ પતી જશે એટલે હું ઓફિસે આવી જઈશ તાલુકા વિકાસ અધિકારી ઓફિસે હાજર ન મળતા અમારી ટીમ દ્વારા વારંવાર ધક્કા ખાતા તે આજે હાજર મળ્યા હતા અને તેમને બોર્ડ બાબતે વાત કરતા તેમણે એક કર્મચારીને માહિતી આપવાનું કંઈ ચાલતી પકડી હતી. કર્મચારી દ્વારા આ બાબતની માહિતીના આપતા અને તે બાદ ટીડીઓ  થોડી વાર પછી ઓફિસમાં આવતા અમારી ટીમને ફરીથી તેમની મુલાકાતે ગઈ હતી અને કલાક સુધી બેસી રહેવા છતાં કોઇ જવાબ ન મળતા તેમને સવાલ કર્યો હતો.ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ જવાબ આપતા જણાવ્યું હતું કે આ બોર્ડને અને અમારે કોઈ લેવાદેવા નથી આ તો ગ્રામ પંચાયત લગાવે છે એમ કઈ હાથ ધર્યા હતા તો બીજી તરફ સરપંચ જણાવી રહ્યા છે કે અમારી પાસે તાલુકા પંચાયતનો એક કર્મચારી આ બોર્ડ  લઈને આવ્યો હતો અને તે બોર્ડ લગાવી ગયો હતો અને ૫૬ હજારનો ચેક લઈ ગયો હતો તો આ બન્નેમાંથી સાચું કોણ તે મોટો સવાલ છે ? હવે જો આ બોર્ડની બજાર કિંમત ગણવા જઈએ તો જે પહેલા ૧૧૨૦૦ રૂપિયા નું બોર્ડ લગાવ્યુ હતું તેની બજાર કિંમત અંદાજે ૮ થી ૯ હજાર રૂપિયા કહી શકાય, એક બોર્ડ પાછળ બે હજારથી વધુ રૂપિયા ચાઉ થયાની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે કુલ ૬૧ ગ્રામ પંચાયતના એક લાખ વીસ હજાર કરતાં પણ વધુ રૂપિયા ચાઉં થયાની વાતે જોર પકડ્‌યું છે તો બીજી તરફ ફરીથી જે બ્લેક બોર્ડ લગાવવામાં આવ્યા તેની કિંમત ૫૬,૦૦૦ નક્કી કરવામાં આવી છે તો જો વાત કરવામાં આવે આ બોર્ડની બજાર કિંમતની તો આ બોર્ડની બજાર કિંમત અંદાજે ૩૦ થી ૩૫ હજાર રૂપિયા કહી શકાય તેવું લોકો એ અનુમાન લગાવ્યું હતું એટલે આમાં પણ એક બોર્ડ પાછળ ૨૦૦૦૦ રૂપિયાનો ગેરરીતી કર્યો  હોવાની વાતે વેગ પકડ્‌યું છે. એક પંચાયતના ૨૦૦૦૦ એટલે આવી કેટલીક ગ્રામ પંચાયતોમાં આવા બોર્ડ લગાવ્યા અને કેટલો ગેરરીતી થઈ તે પણ એક મોટો સવાલ છે સરકાર વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે.પરંતુ કેટલાક અધિકારીઓ ગામનો વિકાસ કરવાના બદલે તેમનો વિકાસ કરી રહ્યા હોવાની વાતે જોર પકડ્‌યું છે. ભાજપ સરકારની ગ્રાન્ટ નો દુરુપયોગ કરી ગેરરીતી આચરનાર અને ભાજપ સરકારની આબરૂના ધજાગરા ઉડાવનાર અધિકારીઓ સામે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તપાસના આદેશ આપી ભ્રષ્ટાચારીઓ સામે તાત્કાલિક પગલા ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છ
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.