ગુજરાત ડ્રગ્સ ડીલીંગનું રૂટ પોલીસના હાથે લાગ્યું, 11 કેપ્સ્યુલ બહાર નીકળે તેની પોલીસ રાહ જોઇને બેઠી છે

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી પેટમાં છુપાવેલી 20 ડ્રગ્સ કેપ્સ્યુલ સાથે એક વિદેશી નાગરિકની એસઓજીએ ધરપકડ કરી છે. આ વિદેશીએ દુબઇમાં 20 ડ્રગ્સ કેપ્સ્યુલ ગળી લીધી હતી અને ત્યાર બાદ તે પેટમાં છુપાવીને અમદાવાદથી મુંબઇ જવાનો હતો. પરંતુ અમદાવાદ એરપોર્ટ પર આ નાઈજીરીયન યુવક સ્કેનરમાંથી પસાર થતી વખતે પકડાઇ જતા ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલની મોટી કડી એસઓજીને મળી છે. આ દરમિયાન હાલ તેના પેટમાં હજી 11 કેપ્સ્યુલ છે જે મળ દ્વારા જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી પોલીસ તેની દૈનિક ક્રિયાની રાહ જોઇને હોસ્પિટલમાં બેઠી છે.

 

ઈન્ટરનેશનલ ડ્રગ્સ ડીલીંગમાં ફરી એક વખત ગુજરાત રૂટ બનીને સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં થતો ડ્રગ્સનો કાળો-કારોબાર જલમાર્ગે અને હવાઈમાર્ગે વ્યાપક બની ગયો છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ રસ્તે ડ્રગ્સ ઘુસાડવામાં આવતુ હોવાનુ સામે આવી રહ્યુ છે. રેલવે પોલીસ, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત પોલીસ તમામે વિદેશી નાગરીકોને મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે.

 

પોલીસ અને જૂદી- જૂદી એજેન્સીઓની તપાસમાં એક વાત બહાર આવી રહી છે કે છેલ્લા 10 વર્ષ કરતા ગુજરાતના યુવાઓમાં ડ્રગ્સનુ પ્રમાણ વધી રહ્યુ છે. અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ લઇને ડીલીવીરી આપવા જવા દરમિયાન પકડાઇ જવાનુ પ્રમાણ ગુજરાત કરતા વધુ હોય છે. જયારે હવે આ વખતે કેપ્સ્યુલ ડ્રગ્સના કેસના કારણે સમગ્ર ગુજરાતની સુરક્ષા એજન્સી સક્રિય થઇ છે.

 

કેસ્પ્સ્યુલ ડ્રગ્સનો અમદાવાદ એરપોર્ટ પર પહેલો કેસ થયો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. નાઇજીરીયન યુવક દુબઇથી કેપ્સ્યુલ ગળીને અમદાવાદ એરપોર્ટ અને અહીંથી મુંબઇ જવાનો હતો.પરંતુ તેની તબિયત અને તેની ચાલવાની રીતભાતના કારણે તેના પર એરપોર્ટ સ્ટાફને શંકા ગઇ હતી. જેની સાથે એસઓજીને પણ માહિતી મળી હતી જેથી આખી ટ્રેપ ગોઠવીને નાઇજીરીયન ઝડપાઇ ગયો છે.

 

નાઇજીરીયન પકડાઇ ગયા બાદ તેના પેટમાંથી ડ્રગ્સ રિકવર કરવુ ખુબ મુશ્કેલ છે. 20 ડ્રગ્સ કેપ્સ્યુલ ગળી ગયા બાદ તેના પેટમાંથી 72 કલાકમાં તમામ કેપ્સ્યુલ ડ્રગ્સ કાઢી લેવી જરુરી છે. નહિંતર તેના જીવને નુકસાન પણ પહોંચી શકે છે. જેથી હાલ તેને સિવિલ હોસ્પિટલમાં રાખવમાં આવ્યો છે. તેની સાથે 11 કેપ્સ્યુલ બહાર કાઢવી જરુરી બની છે.જો તેના પેટમાં કેપ્સ્યુલ ફાટી જાય તો તે તમામ ડ્રગ્સ તેના શરીરમાં લોહી સાથે મળી જાય અને તેને વધુ નુકશાન થઇ શકે છે. હાલ તો આ સમગ્ર પ્રકરણમાં તેની પાસેથી વધુ વિગતો તેના સ્વસ્થ થયા બાદ જ બહાર આવશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.