સેમસંગ દ્વારા તેનાં ફ્લેગશિપ સેમસંગ નિયો QLED 8K ટીવી પર 100 મિલિયન લાઈટ્સ પ્રદર્શિત કરવા માટે હાઈલાઈટ ઓફ ઈન્ડિયા બ્રાન્ડ કેમ્પેઈન માટે અગ્રણી સ્કાયર આંચલ ઠાકુર સાથે હાથ મેળવ્યા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સેમસંગ દ્વારા તેનાં નિયો QLED 8K ટીવી માટે નવી કેમ્પેઈન હાઈલાઈટ ઓફ ઈન્ડિયા લોન્ચ કરવામાં આવી છે, જે દરેક મંત્રમુગ્ધ કરનારી બારીકાઈને જીવંત કરે છે. ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ મેડલિસ્ટ આંચક ઠાકુરની આંખો થકી જોતા હોય તે રીતે જ તે દરેક બારીકાઈને જીવંત કરે છે. સેમસંગના નિયો QLED 8K સાથે તમે 100 મિલિયન લાઈટ્સ સાથે દરેક બારીકાઈને અનુભવી શકો છો, જે અત્યંત સ્પષ્ટતા સાથે એકદમ ઊજળા પિક્ચર પ્રદાન કરે છે.
હાઈલાઈટ ઓફ ઈન્ડિયા કેમ્પેઈન સેમસંગ સીમીઓ કઈ રીતે પાર કરે છે અને તેનાં ટેકનોલોજી ઈનોવેશન્સ થે નવી ઊંચાઈએ કઈ રીતે પહોંચે છે તે દર્શાવે છે. કમર્શિયલ વિવિધતા અદભુત બરફાચ્છાદિત પહાડીઓમાં સ્કીઈંગ કરતી અને તેની ઉત્તમ સ્કીઈંગની કુશળતા સાથે દુનિયા પર રાજ કરતી આંચલ ઠાકુરના રોમાંચક અનુભવો ઘેર લાવે છે. આ કમર્શિયલ નવા માર્ગો કંડારવાની અને અવરોધોને તક તરીકે જોવાની બેસુમાર ધગશ દર્શાવે છે, જે સેમસંગની ફિલોસોફી ડુ વ્હોટ યુ કાન્ટ સાથે સુમેળ સાથે છે. સેમસંગે નિયો QLED 8K ટીવી પર દેખાય છે તે મુજબ ભારતની મંત્રમુગ્ધ કરનારી હાઈલાઈટની ઉજવણી કરવા માટે ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ મેડલિસ્ટ આંચલ ઠાકુરને રોકી છે.
બરફાચ્છાદિત પહાડીઓનું મંત્રમુગ્ધ કરનારું સૌંદર્ય નિયો QLED 8K ટીવી પર ક્વેન્ટમ મેટ્રિક્સ ટેકનોલોજી પ્રો સાથે જીવંત કરવામાં આવ્યું છે, જે ક્વેન્ટમ મિની LED દ્વારા પાવર્ડ હોઈ નિયમિત LED કરતાં 40 ગણું નાનું છે. અદભુત ડોલ્બી એટમોસ અનુભવ સાથે તેનો અસમાંતર 3D સરાઉન્ડ સાઉન્ડ દર્શકોને સ્કાયર જેવો જ રોમાંચ આપે છે.
“ભારતમાં અમુક ઉત્તમ એથ્લીટ્સ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની આગવી ઓળખ કંડારી રહ્યા છે. આંચલ ઠાકુર ભારતને વિંટર સ્પોર્ટસ માટે વૈશ્વિક નકશા પર મૂકનાર પ્રથમ ભારતીય સ્કાયર આંચલ ઠાકુર આગેવાની કરવાની કટિબદ્ધતા અને જોશ પ્રદર્શિત કરવા અમારે માટે સ્વાભાવિક રીતે જ અનુકૂળ છે. અમે નિયો QLED8K ટેલિવિઝન થકી સ્કીઈંગની તેની શક્તિ અને તેની અદભુતદુનિયા પ્રસ્તુત કરવા માટે તેની અગ્રતાની ભાગીદાર બનવામાં ગૌરવની લાગણી થાય છે. આ ટેલિવિઝન અત્યંત સ્પષ્ટ પિક્ચર ક્વોલિટી અને આકર્ષક સાઉન્ડસ્કેપ્સ આપે છે, જે તમારી લિવિંગ સ્પેસમાં પરિવર્તન લાવી દે છે. નવાં નિયો QLED 8K ટીવી એ ટીવીથી પણ વિશેષ આપે તે રીતે તૈયાર કરાયાં છે. તે ગેમ કોન્સોલ, વર્ચ્યુઅલ પ્લેગ્રાઉન્ડ, તમારા ઘરને કંટ્રોલમાં રાખતું સ્માર્ટ હબ અને કાર્યક્ષમતા સુધારવા માટે તમારો પરફેક્ટ સાથીદાર પણ બની શકે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંહે જણાવ્યું હતું.

“મને નિયો QLED 8K ટેલિવિઝનની તેમની અત્યાધુનિક નવી રેન્જ લોન્ચ કરવા સેમસંગ સાથે જોડાણ કરવાની ખુશી છે. બ્રાન્ડ તરીકે સેમસંગ ઈનોવેશન્સ સાથે પ્રતીકાત્મક છે. નવા માર્ગ કંડારવા અને સીમાઓને પાર કરવી તે તેમને માટે બીજો સ્વભાવ છે. અને યુવા મહિલા એથ્લીટ ભારતમાં આરંભિક તબક્કામાં છે એવા સ્પોર્ટમાં પોતાની છાપ ઊભી કરવાનો પ્રયાસ કરવા આ ફિલોસોફી ખરેખર મારી સાથે સુમેળ સાધે છે. બ્રાન્ડ સાથે સંકળાવું તે હાઈલાઈટ ઓફ ઈન્ડિયા તરીકે ઉત્કૃષ્ટતા માટે આ જોશનો આદર કરવામાં અને પ્રમોટ કરવામાં મને ભરપૂર ગૌરવની લાગણી થાય છે,” એમ આંચલ ઠાકુર કહે છે.
આંચલ ઠાકુરે ચાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેમાંથી એકમાં 2013માંતે 16 વર્ષની હતી ત્યારે ભાગ લીધો હતો. તેણે 2018માં અલ્પાઈન એજડર 3200 કપમાં બ્રોન્ઝ મેડલ જીતીને વિંટર સ્પોર્ટમાં આંતરરાષ્ટ્રીય મેડલ જીતનાર પ્રથમ ભારતીય તરીકે ઈતિહાસ રચ્યો હતો. તે હવે 2026 વિંટર ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માગે છે.
નવી કેમ્પેઈન બ્રાન્ડની ફિલોસોફીને વધુ આગળ લઈ જાય છે અને નિપુણતાના તેના ક્ષેત્રમાં રાષ્ટ્રના લાભમાં પોતાની સફળતાની ઉપરવટ અને પાર જતી આ આધુનિક આઈકોનનું સન્માન કરે છે.
The campaign has been conceptualized and created by xxxxxxx (agency name) and directed by xxxxxx (director name)
સેમસંગનાં નિયો QLED ટેલિવિઝન્સ
નિયો QLED 8K ટીવી 100 મિલિયન લાઈટ્સ સાથે દરેક બારીકાઈનો અનુભવ કરાવે છે, જે તમને સૌથી ઊજળું પિક્ચર આપે છે. તે શક્તિશાળી ન્યુરલ કવેન્ટમ પ્રોસેસર 8K અને રિયલ ડેપ્થ એન્હાન્સર સાથે અત્યાધુનિક ક્વેન્ટમ મેટ્રિક્સ ટેકનોલોજી પ્રો સાથે આવે છે. સેમસંગનાં 2022નાં નિયો QLED ટીવી સ્માર્ટ અને ઈન્ટેલિજન્સ ફીચર્સ અને યુઝર ઈન્ટરફેસ સાથે સુસજ્જ છે, જે સેમસંગ ટીવીને કન્ટેન્ટ જોવા, ડિવાઈસીસ કંટ્રોલ કરવા, ગેમ્સ રમવા, વર્ક આઉટ કરવા અને ઘણાં બધાં કામો માટે સેન્ટ્રલ હબ બનાવે છે.
સ્પષ્ટ પિક્ચર ક્વોલિટી સાથે બહેતર વ્યુઈંગ અનુભવ
ક્વેન્ટમ મેટ્રિક્સ ટેકનોલોજી પ્રો
નિયો QLED ટીવીની નવી રેન્જમાં ક્વેન્ટમ મેટ્રિક્સ ટેકનોલોજી પ્રો (ક્વેન્ટમ મિની LED સાથે) અને બહેતર કોન્ટ્રાસ્ટ સાથે ધારદાર બારીકાઈ માટે શેપ એડપ્ટિવ લાઈટ કંટ્રોલ સાથે આવે છે. સાધારણ LEDના 1/40th આકાર સાથે ક્વેન્ટમ મિની LED કલર્સ અને ઘેરામાં ઘેરા બ્લેક સાથે ઉત્તમ બ્રાઈટનેસ આપે છે અને પિક્ચરમાં બ્લૂમિંગ ઓછું કરે છે. શેપ એડપ્ટિવ લાઈટ કંટ્રોલ પિક્ચરમાં વિવિધ ઓબ્જેક્ટ્સનું બારીકાઈથી વિશ્લેષણ કરે છે અને તે અનુસાર લાઈટ્સને કંટ્રોલ કરીને સહજ વ્યુઈંગ અનુભવ પૂરો પાડે છે.
રિયલ ડેપ્થ એન્હાન્સર સાથે ન્યુરલ ક્વેન્ટમ પ્રોસેસર 8K
અત્યાધુનિક પ્રોસેસર સાથે આઉટફિટેડ અને 8K અને 4K ક્વોલિટી માટે કન્ટેન્ટ અપસ્કેલ કરવાની તેની ક્ષમતા સાથે 2022 નિયો QLED રેન્જ AI આધારિત ડીપ લર્નિંગ સાથે તમે જુઓ તે બધામાં ક્વેરિટી અને ડેપ્થ આપે છે.
આઈ કમ્ફર્ટ મોડ
બહેતર વ્યુઈંગ અનુભવ સાથે નિયો QLEDના નિર્માણકારોએ ગ્રાહકોના સુખદ વ્યુઈંદ અનુભવ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ન્યુરલ ક્વેન્ટમ પ્રોસેસર પિક્ચરને ઓપ્ટિમાઈઝ કરે છે, બ્રાઈટનેસ અને કલર ટેમ્પરેચરને ટ્યુનિંગ કરીને આંખને આરામ આપવા માટે આપોઆપ બ્લુ લાઈટ ઓછી કરે છે અને સ્લીપ ક્વોલિટી સુધારે છે.
ડોલ્બી એટમોસ
ગ્રાહકોને સિનેમાટિક વ્યુઈંગ અનુભવ કરાવવા માટે નિર્માણકારોએ સેમસંગ નિયો QLEDની સાઉન્ડ સિસ્ટમ એનેબલ્ડ કરી છે, જે ખરેખર રોમાંચક અને વાસ્તવલક્ષી ઓડિયો અનુભવ નિર્માણ કરે છે. ગ્રાહકો હવે અસમાંતર 3D સરાઉન્ડ સાઉન્ડ સાથે અદભુત ડોલ્બી એટમોસ અનુભવ માણી શકે છે.
5 વર્ષની વોરન્ટી
નિયો QLEDની નવી પેઢી ગ્રાહકોને 5 વર્ષની વોરન્ટી અને નિયો QLED 4K ટીવી માટે 10 વર્ષની નો સ્ક્રીન બર્ન-ઈન વોરન્ટી આપે છે.
સ્માર્ટ, સ્માર્ટર અને સ્માર્ટેસ્ટઃ 2022 નિયો QLED માટે ઉત્કૃષ્ટ ફોલ શોર્ટ
સ્માર્ટ હબ
સેમસંગનાં 2022 નિયો QLED ટીવી અમર્યાદિત મનોરંજન માટે વન સ્ટોપ શોપ છે. ટેલિવિઝનની નવી રેન્જ એક સ્ક્રીનમાં સર્વ કન્ટેન્ટ, સ્માર્ટ ફીચર્સ અને સેટિંગ્સ સાથે રિન્યુડ હોમ સ્ક્રીન સાથે આવે છે. સેમસંગ ટીવી પ્લસના ફીચર સબ્સ્ક્રિપ્શનની ઝંઝટ ટાળે છે, કારણ કે તે ઉપભોક્તાઓને મનોરંજન, ન્યૂઝ, સ્પોર્ટસ અને ઘણા બધાના રોજના ડોઝ માટે 45+ ફ્રી લોકલ અને ગ્લોબલ ટીવી ચેનલો આપે છે.
ગેમર્સ પેરેડાઈઝ
સેમસંગ નિયો QLED ટેલિવિઝનની રેન્જ એ ટેલિવિઝનથી પણ વિશેષ છે. 2022ની નિયો QLED રેન્જ લેગિંગની પળ વિના સ્મૂધ અને ફ્લોઈંગ મોશન્સ ધરાવવા ખેલાડીઓને સુવિધા આપે છે. ગેમ બાર ખેલાડીઓને ગેમિંગ સ્ટેટસ મોનિટર કરવા અને ગેમ સેટિંગ્સ આસાનીથી મહત્તમ કરવાની સુવિધા આપે છે. ઉપરાંત ઝૂમ-ઈન મોડ અને અલ્ટ્રા- વાઈડ વ્યુ સાથે કોઈ બ્લાઈન્ડ સ્પોટ્સ નથી. મોશન એક્સિલરેટર ટર્બો પ્રો સાથે બધું શક્ય છે, જે નિયો QLED ગેમર્સ માટે અવશ્યક વસાવવાનું કારણ આપે છે.
નિયો QLED સાથે અન્ય ડિવાઈસીસને કંટ્રોલ કરો
2022 સેમસંગ નિયો QLED અન્ય સ્માર્ટ ફીચર્સ સાથે આવે છે, જેમ કે, બિલ્ટ-ઈન હોમ IoT જે તમને ટીવી સાથે સ્માર્ટ રીતે તમારા ઘરને કંટ્રોલ કરવાની સુવિધા આપે છે. ટીવી અને સ્માર્ટફોન કન્ટેન્ટ પણ માણવા માટે સ્લિમ ફિટ કેમ સાથે વિડિયો કોલિંગ, મલ્ટીપલ વોઈસ આસિસ્ટન્ટ, મલ્ટી-વ્યુ અમુક અન્ય વિશિષ્ટતાઓ છે, જે તેને શહેરમાં સ્માર્ટેસ્ટ ટીવી બનાવે છે.
ડિઝાઈનઃ સ્માર્ટર ડિઝાઈન માટે મિનિમાલિસ્ટ અભિગમ
સેમસંગનાં 2022 નિયો QLED ઈનફિનિટી સ્ક્રીન, ઈનફિનિટી વન ડિઝાઈન અને એટેચેબલ સ્લિમ વન કનેક્ટ સાથે સુસજ્જ છે. આ સ્માર્ટ ફીચર્સથી ટેલિવિઝન કોઈ પણ કેબલ કટર વિના સ્લિમ અને સ્લીક ડિઝાઈન ધરાવે છે. ઉપરાંત એન્જિનિયરોએ નિયો QLED માટે મિનિમાલિસ્ટિક ડિઝાઈન રાખી છે અને તમારી જગ્યાનો સંપર્ણ કાયાકલ્પ કરવા માટે બ્લેક બેઝલ વિચલિત કર્યા વિના સાફ પિક્ચર પર વધુ કેન્દ્રિત છે. નિર્માણકારો ઈકો- ફ્રેન્ડ્લી સોલાર સેલ રિમોટ લાવ્યા છે, જે રૂમ લાઈટિંગ સાથે પોતે જ ચાર્જ થાયછે. રિમોટ આસાની હેન્ડ ઓફરેશન માટે મિનિમાલિસ્ટિક કીઝ સાથે આવે છે અને વોઈસ કંટ્રોલ કમાન્ડ, નેટફ્લિક્સ, પ્રાઈમ વિડિયો સેમસંગ ટીવી પ્લસ અને ડિઝની+ હોટસ્ટાર માટે સમર્પિત કીઝ ધરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.