ડીસા- થરાદ હાઇવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, ડીસા- થરાદ હાઈવે પર આરટીઓ ચાર રસ્તાથી સમશેરપુરા ગામ નજીક કાર અને કન્સ્ટ્રક્શન કંપનીમાં ચાલતા મિક્સર ડમ્પર વચ્ચે અકસ્માત થતા કાર ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી.જેને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ડીસા- થરાદ હાઇવે પર સમશેરપુરા ગામ નજીક શુક્રવારે બપોરે થરાદ તરફ જઈ રહેલી કારને સામેથી આવી રહેલા મિક્સર ડમ્પરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમા કારમાં બેઠેલા વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી હતી .અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઊમટ્યા હતા. ઇજાગ્રસ્ત કાર ચાલકને ૧૦૮ વાન મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. ડીસા તાલુકા પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.