અંબાજીના મેળામાં આરોગ્ય વિભાગના કેમ્પોમાં ૧.૭૫ લાખ યાત્રિકોને સારવાર

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલ ભાદરવી પૂનમ મેળામાં આરોગ્ય પરિવાર દ્વારા પદયાત્રિકોની સુખાકારી જળવાઈ માટે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અંબાજીને જાેડતા તમામ માર્ગો ઉપર આરોગ્યની તમામ સારવાર મળી રહે તે આશયથી આરોગ્ય કેમ્પો રાખવામાં આવ્યા હતા. જેમાં કુલ-૨૪ સારવાર કેન્દ્રો પર કુલ-૧,૭૫,૫૮૩ યાત્રિકોને સારવાર આપવામાં આવી હતી. તે પૈકી તાવ-૨૯૨, ડાયેરીયા-૧૮૧, ઉલ્ટી-૨૧૦, અન્ય કેશો -૧,૭૪,૯૦૦ ને સારવાર આપવામાં આવી હતી. તેમજ ૧૮૭ દર્દીઓને ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી. તથા ૧૨ ગંભીર પ્રકારના દર્દીઓને કોટેઝ હોસ્પિટલ અંબાજી વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા.

ભાદરવી પૂનમ મેળા દરમ્યાન ૧૨૦૦ કિલો ટી.સી.એલ. પાવડરનો વપરાશ અને ૫,૦૦૦ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેનર, હોર્ડીગ અને ૧૦૫ ભવાઇ કાર્યક્રમો દ્વારા આરોગ્ય યોજનાઓનો બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો અને ૧૯૫૮ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વા

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ. એમ. દેવ, આર.સી.એચ.ઑ ડો. સોલંકી, એ.ડી એચ.ઑ. ડો.મહેતા, ઇ. એમ. ઑ ડો. જીગ્નેશ હરિયાણો અને તેમની ટીમે આયોજનબદ્ધ રીતે ખુબ જ ઉમદા કામગીરી કરીને પદયાત્રીઓને વધુમાં વધુ સારી સેવાઓ આપવામાં આવી હતી. મેળો સુખરૂપ સંપન્ન થતાં આરોગ્ય વિભાગના લોકોની સુખાકરી માટે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અંબાજી મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.