વિપુલ ચૌધરીની ધરપકડથી ચૌધરી સમાજનો આક્રોશ ચરમ સીમાએ

બનાસકાંઠા
બનાસકાંઠા

(તાલુકા પ્રતિનિધિઓ દ્વારા)ડીસા, મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન, રાજયના પૂર્વ ગૃહમંત્રી તેમજ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડથી ચૌધરી સમાજમા જવાળા જેવો આક્રોશ ભભૂક્યો છે અને આજ રોજ બનાસકાંઠા જિલ્લાના ૧૩ તાલુકામા હજારો ચૌધરી સમાજના યુવાનો અને મહિલાઓ તેમના સમર્થનમાં મામલદાર કચેરીઓમાં પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યા હતા.
મહેસાણા દૂધ સાગર ડેરીના ઇલેક્શન વખતે આ મુદ્દાને આગળ ધરી વિપુલભાઇની ધરપકડ કરવામાં આવી હતી અને દૂધ સાગર ડેરીમાં સરકારના કેટલાક મંત્રીઓ પોતાના મનસુબા પાર પાડવામાં સફળ રહ્યા હતા અને ચહીતા લોકોને ડેરીનું શુકાન સોપાયું હતું. અને ત્યારબાદ ફરી વિપુલભાઇની આગેવાનીમાં ચૌધરી સમાજ એક તાંતણે બંધાઈ દિવસે દિવસે મજબૂત બની સમાજના હક માંગવા જાગૃત થવા લાગ્યો એટલે, સરકારના પેટમાં તેલ રેડાયું છે અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ સરકાર વારે ઘડીએ સમાજને ટાર્ગેટ કરવાનું બંધ કરે.

હવે સમાજ સરકાના મનસુબા સમજી ગયો છે અને હવે તમારી ભાગલા પડવાની નીતિ નહિ ચલાવી લેવાય, જાે વિપુલભાઇને જલ્દી રિહા કરવામાં નહી આવે તો આવનારા સમયમાં ચૌધરી સમાજ રોડ ઉપર ઉતરી આવશે અને સખત આંદોલન કરવાની નોબત આવશે તેવા આકરા પાણીએ અર્બુદા સેના થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રભુત્વ ધરાવતા ચૌધરી સમાજના લોકો અમીરગઢ સિવાયના બધા તાલુકામા ચૌધરી સમાજની મહિલાઓ સહિત પુરૂષો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. છેલ્લા અનેક સમયથી સમાજની પજવણી અને સમાજને તોડવાની કામગીરી કરાય છે તેમજ સક્ષમ આગેવાનને હેમખેમ કરી તોડવાનું કામ કરાય છે આ પ્રકારની અનેક ચર્ચાઓ સાંભળતા આવનારી ચૂંટણીમાં ભાજપને ભોગવવું પડે તેવો અણસારો જાેવા મળે છે.

અર્બુદા સેના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ સરદાર ચૌધરીએ જણાવ્યું કે વિપુલભાઇની આગેવાનીમાં ધાનેરાના થવાર ગામમા ૧૮ સપ્ટેમ્બર ના દિવસે સભા થવાની હતી અને એ સભામા સમાજના ૨૦ હજાર લોકો એકત્રીત થવાના હતા અને જેને લઈ સમાજની જાગૃતતા અને સમાજની એકતા સરકારમાં બેઠેલા કેટલાક મંત્રીઓને હજમ ન થયું અને તેલ રેડાયું છે અને એટલા માટે ચૌધરી સમાજના આગેવાનને કૌભાંડ ના નામે તોડવાનું કામ થઈ રહ્યું છે પરંતુ એ ન ભૂલે કે સમાજ એક થઈ ચૂક્યો છે એને તોડવામાં તમે ક્યારે સફળ નથી થવાના અને જાે વિપુલભાઇને આઝાદ નહીં કરાય તો ચૌધરી સમાજ રસ્તાઓમાં ઉતરી આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.