લમ્પીનો મૃત્યુ આંક છુપાવતી સરકાર મોંઘવારી ડામવામાં નિષ્ફળ

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર,  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેનીબેન ઠુંમરના અધ્યક્ષસ્થાને જિલ્લા મહિલા કોંગ્રેસની કારોબારી યોજાઈ હતી. જેમાં મોંઘવારી ડામવામાં સરેઆમ નિષ્ફળ રહેલી ભાજપ સરકાર પર વેધક પ્રહારો કરતા જેનીબેન ઠુંમરે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોલીસની આંગળી કાપી નાખવાના કરેલા વિવાદિત નિવેદનને યથાર્થ ઠેરવ્યું હતું.

પાલનપુર સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કારોબારી બેઠક યોજાઈ હતી. પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેનીબેન ઠુંમરે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મહિલા કોંગ્રેસને સજ્જ બનવા હાકલ કરી હતી. તેઓએ મોંઘવારી ડામવાના નામે સત્તા સ્થાને આવેલ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. તેઓએ મોંઘવારી, મહિલા સુરક્ષા, દારૂબંધી , કોરોના, લંપી વાઇરસ સહિતના મુદ્દે સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ કર્યા હતા.

કોરોના બાદ લંપી વાઇરસ મામલે પણ સરકાર સાચા મૃત્યુ આંક છુપાવતી હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ આશાબેન રાવલ, જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહી હતી.
આંદોલન કરી રહેલી આંગણવાડી બહેનોને પોલીસ આંગળી પણ અડાડશે તો તેમની આંગળીઓ કાપી નાખવામાં આવશે તેવા વાવના કોંગ્રેસ ના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ના વિવાદિત નિવેદનને પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરે યથાર્થ ઠેરવી સમર્થન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં સરકારના ઈશારે પોલીસ દ્વારા આંદોલન કરી રહેલ મહિલાઓનો અવાજ રૂંધવાનો પ્રયાસ કરાય કે ખોટી કનડગત થતી હોય ત્યારે ગેનીબેનનું નિવેદન સ્વાભાવિક છે. તેઓને મારુ સમર્થન છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.