પાટણમાં સિદ્ધિ સરોવરમાં ફલોટિંગ સોલાર પ્રોજેકટ માટે સર્વે હાથ ધરાયો
પાટણનાં સિદ્ધિ સરોવરમાં ફલોટિંગ સોલાર પેનલનો રૂ. ત્રણ કરોડનાં અંદાજનો સૂચિત પ્રોજેકટની દરખાસ્ત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUDC)એ ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ (DPR) બનાવવા માટેનાં પ્રાથમિક તબકકાની કામગીરીનો પ્રારંભ ર્યો છે. GUDCની કન્સલ્ટન્ટ એજન્સીનાં બે અધિકારીઓ પાટણ ખાતે આવ્યા હતા ને નગરપાલિકાનાં અધિકારી ભરતભાઇ મોદીને સાથે રાખીને પાટણનાં સિદ્ધિ સરોવર ખાતેનાં ફ્લોટિંગ સોલાર પેનલનાં સૂચિત પ્રોજેક્ટ સ્થળની મુલાકાતે ગયા હતા. અને અત્રે DPR તૈયાર કરતાં પૂર્વે આ સ્થળનો સર્વે કરાયો હતો.