સિદ્ધપુરની નર્સિંગ કોલેજમાં ચાલુ પરીક્ષાએ ભાજપ સરકારનો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો
સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં છાત્રોની પરીક્ષા કરતાં પણ સરકારી કાર્યક્રમ વધુ મહત્ત્વનો હોય તેમ ચાલુ પરીક્ષા દરમિયાન કોલેજ કેમ્પસમાં સરકારનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાતા કાર્યક્રમના ઘોંઘાટને લઈ છાત્રો યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત ના કરી શકતા તેમની પરીક્ષામાં વિક્ષેપ પડતા યોગ્ય રીતે પરીક્ષા ના જતા છાત્રોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો. જિલ્લાના સિદ્ધપુર ખાતે સોમવારે સરકારી નર્સિંગ કોલેજમાં વિધાર્થીનીઓના ભાવિ જોખમમાં મૂકી કાર્યક્રમ યોજવામાં આવતા વિવાદાસ્પદ બન્યું છે.
જેમાં શુક્રવારે સિદ્ધપુર કોલેજ ખાતે નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 164 વિદ્યાર્થીઓ પાંચ બ્લોકમાં પરીક્ષા આપવા માટે આવ્યા હતા.પરીક્ષાનો ટાઈમ સવારે 10:00 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધીનો હતો.વિદ્યાર્થીઓની GNMની પરીક્ષા ચાલુ હતી.જે દરમ્યાન કોલેજના ઓડિટોરિયમ હોલમાં પ્રાંત કચેરી આયોજીત સરકારી વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હતો.