તહેવારની સિઝનમાં સેમસંગનો ‘Big TV Festival’ અગાઉ કરતા સૌથી મોટો બની રહ્યો છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અત્યંત વિશ્વાસપાત્ર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગ તેના વ્યાપક લોકપ્રિય Big TV Festival સથે પરત ફરી રહી છે જેથી તહેવારોને માની ન શકાય તેવી ઓફર્સ સાથે વધુ આનંદદાયક બનાવી શકાય. ઉત્સાહ અને તહેવારોની લહેરમાં ઉમેરણ કરતા સેમસંગની Big TV Festival ગ્રાહકોને સેમસંગના પ્રિમીયમ, બીગ સ્ક્રીન Neo QLED 8K, Neo QLED, QLED, The Frame અને Crystal 4K UHD ટેલિવીઝન્સ અને The Freestyle પ્રોજેક્ટર પર આખા દેશમાં ખાતરીદાયક ભેટો પણ ઓફર કરશે.

“જેમ ગ્રાહકોના કન્ટેન્ટ વપરાશ પસંદગીઓ ઝડપથી વિકસી રહી છે ત્યારે એડવાન્સ્ડ ઇન-હોમ એન્ટરટેઇનમેન્ટ ઉકેલો કે જે બિનસમાંતરીત પિક્ચર અને ઓડીયો ગુણવત્તા પ્રદાન કરતા હોય તેમજ તેમના ઘરમાં સુંદર કલાત્મક મૂલ્ય પણ પ્રદાન કરતા હોય તેની પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સેમસંગના મોટા સ્ક્રીનવાળા ટીવીની ગ્રાહકોમાં ભારે માગ છે કેમ કે તે અવિશ્વસનીય તરબોળ જોવાનો અનુભવ આપે છે એટલુ જ નહી, પરંતુ તેમની સ્ટાઇલના ભાગને પણ થોડો વધુ ઉપર લઇ જાય છે. અમે Big TV Festival સાથે પરત ફર્યા છીએ જેથી ગ્રાહકો હોટ ડીલ અને આકર્ષક ખાતરીદાયક ભેટો સાથે તહેવારો પહેલા તેમના ટીવીને અપગ્રેડ કરી શકે,” એમ સેમસંગ ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બિઝનેસના સિનીયર વાઇસ પ્રેસિડન્ટ મોહનદીપ સિંઘએ જણાવ્યું હતુ.

મર્યાદિત સમય માટેની આ ઓફર 31 ઓક્ટોબર 2022 સુધી ઉપલબ્ધ રહશે જેમાં ગ્રાહકો Galaxy S22 Ultra, Galaxy A32, Galaxy A03 અને Samsung SlimFit Cam પસંદગીના 55 ઇંચ અને તેનાથી મોટા સ્ક્રીન ટીવી પર મફત મેળવી શકે છે. આ આકર્ષક સોદાઓ સેમસંગના સત્તાવાર ઓનલાઇન સ્ટોર સેમસંગ શોપ અને દરેક અગ્રણી રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે. સેમસંગ રૂ. 20,000 સુધીની વધારાની કેશબેક અને સરળ ઇએમઆઇ પણ ઓફર કરે છે જે આઇસીઆઇસીઆઇ, કોટક અને આરબીએલ જેવી બેન્કો તરફથી રૂ. 990 જેટલા ઓછા ઇએમઆઇ સાથે શરૂ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.