ધાનેરાના પોલીસ કર્મી સહીત બે શખ્સો લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા : ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ એક્ટ અનવ્યે ગૂનો દાખલ થયેલ. જે ગુનાની તપાસ ભાઈ રમેશભાઈ સોલંકી ચલાવી રહ્યા હતા, તેઓએ ફરિયાદીને અટક કરી તરત જ જામીન પર મુક્ત કરવા તથા મારઝૂડ નહિ કરવા તેમજ મુદ્દામાલ છોડવા માટે રૂ.૭૫૦૦૦ ની માગણી કરેલ અને આ લાંચની રકમ ગનીભાઈ ભીખાજી મુસલાને આપી દેવા રૂબરૂમાં જણાવેલ. જાેકે, ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી. પાલનપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ કરેલ. જે આધારે એ.સી.બી. બોર્ડર એકમ ભૂજના મદદનિશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શનમાં પાલનપુર એ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરએન.એ.ચૌધરીએ તેમની ટીમ સાથે છટકું ગોઠવી આરોપી ગોલા ગામની સીમમં રકમ રૂપિયા ૭૫૦૦૦ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ જતા બંને આરોપીઓને ડિટેઇન કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.