બનાસકાંઠામાં બીજા દિવસે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા, સતત બીજા દિવસે પણ બનાસકાં ઠા જિલ્લામાં મેઘરાજા ની ધમાકેદાર બેટિંગને લઇ અનેક પાણી જ પાણી થઈ ગયા હતા. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઈ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ-ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં શનિવારની મધરાતે પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો ત્યારે બીજા દિવસે પણ ભારે પવન અને ગાજવીજ સાથે ડીસા, પાલનપુ ર સહિતના અનેક વિસ્તારોમાં જાેવા મળ્યો હતો ત્યારે વરસાદના આગમનને લઈ ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ સાથે જિલ્લાવાસીઓને પણ ગરમી માંથી મોટી રાહત મળી છે.

દાંતીવાડા ડેમની અપડેટ
તા.૧૧/૯/૨૨ સાંજે ૫ કલાકે
ડેમની જળ સપાટી ૬૦૧.૯૦ ફુટ
ડેમમાં પાણીની આવક ૪૭૮૦ કયુસેક
ડેમમાંથી પાણીની જાવક ૪૭૮૦ કયુસેક
ડેમમાં પાણીનો જથ્થો ૯૪.૭૨ટકા
ડેમની ભયજનક સપાટી ૬૦૪ ફુટ

જિલ્લામાં મોડી સાંજ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
બનાસકાંઠા જિલ્લાના વહીવટી તરફથી મળતી વિગતો પ્રમાણે સાંજે છ કલાક સુધી પાલનપુર, ડીસા, દાંતા, વડગામ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો પરંતુ છેલ્લા સમાચાર મળતા મુજબ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

દાંતીવાડા ડેમમાં પણ ફરી નવી આવક શરૂ થતા બનાસ નદીમાં વધારાનું પાણી છોડાયું
વરસાદના વિરામ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં છોડવામાં આવતું પાણી ઓછું કરવામાં આવ્યું હતું. જેથી બનાસ નદીમાં ચાલતો પાણીનો રેલો પણ સુકાવા લાગ્યો હતો પરંતુ ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થતા ઉપરવાસમાં વરસાદને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની નવી આવક શરૂ થતા બનાસ નદીમાં વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા જે એક ગેટ ખુલ્લો હતો એનાથી વધારી રવિવારે ૩ વાગે અન્ય વધુ એક ગેટ ખોલવાની ફરજ પડી હતી.

દાંતીવાડા ડેમમાં ઉંચા મોજા ઉછળ્યા
રવિવારના સાંજે ભારે પવન સાથે દાંતીવાડા ડેમના પાણીમાં ઉંચા મોજા ઉછળ્યા હતા અને દરિયા જેવો નજારો બન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.