બ્રહ્માસ્ત્રએ એડવાન્સ બૂકિંગમાં ૨૩ કરોડની કમાણી કરી

ફિલ્મી દુનિયા

મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે બુધવારની રાત સુધીમાં ફિલ્મની પ્રથમ વીકએન્ડમાં તમામ ભાષાઓમાં રૂપિયા ૨૩ કરોડની એડવાન્સ બૂકિંગ થયું છે. પ્રથમ દિવસ માટે રૂપિયા ૧૧ કરોડની ટિકિટનું વેચાણ થયું છે. મીડિયા અહેવાલો પ્રમાણે બ્રહ્માસ્ત્રનું બજેટ આશરે રૂપિયા ૪૧૦ કરોડનું છે. દરમિયાન આ અંગે જ્યારે રણબીરને પૂછવામાં આવ્યું કે ફિલ્મ માટે સારા એડવાન્સ બુકિંગ અને ભવિષ્યવાણીને જાેતા તેઓ શું માની રહ્યાં છે? આ અંગે તેમણે કહ્યું કે અમે આ આંકડાને ગંભીરતાથી લઈ શકતા નથી કારણ કે જ્યા સુધી દર્શક ફિલ્મ જાેતા નથી ત્યા સુધી ખેલ શરૂ થતો નથી.

ફિલ્મ દર્શકો માટે બનાવવામાં આવી છે. મને લાગે છે કે શુક્રવારે આપણને માલુમ થઈ જશે કે આપણે ક્યાં છીએ, કેટલા પાણીની અંદર છે. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમની કો-સ્ટાર અને પત્ની આલિયા ફિલ્મની એડવાન્સ બુકિંગ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિ છે. તાજેતરમાં જ ફિલ્મ માટે બિહાઇન્ડ ધ સીન રિલીઝ કરવામાં આવ્યા હતા. જેમાં ફિલ્મના કલાકાર હેરત અંગેજ સ્ટંટ કરતા જાેવા મળ્યા હતા. ફિલ્મમાં રણબીર આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, નાગાર્જુન તથા મૌની રૉય પણ મહત્વની ભૂમિકામાં છે.

આ ફિલ્મ હવે આવતીકાલે સિનેમા ઘરોમાં આવશે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. દિલ્હીમાં બ્રહ્માસ્ત્રની સૌથી મોંઘી ટિકિટ રૂપિયા ૨૦૦૦-૨૨૦૦ સુધી છે. પીવીઆર સેલેક્ટ સિટી વોકમાં રેક્લાઈનર્સની કિંમત ૨૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે પીવીઆર ડાયરેક્ટર્સ કટ એમ્બિએન્સ મોલમાં પ્લેટિનમ સીટની ટિકિટ રૂપિયા ૨૨૦૦મા મળી રહી છે. સૌથી વધારે આશ્ચર્યની વાત એ છે કે ૯ સપ્ટેમ્બરના શોની લગભગ તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. દિલ્હીમાં ટિકિટની સૌથી ઓછી કિંમત રૂપિયા ૭૫-૧૫૦ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.