કંગના રનૌતે બ્રહ્માસ્ત્ર ફિલ્મને ડિઝાસ્ટર ગણાવી

ફિલ્મી દુનિયા

મુંબઈ, રણવીર કપૂર અને આલિયા ભટ્ટની બહુપ્રતીક્ષિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કોઈ આ ફિલ્મને નિષ્ફળ ગણાવી રહ્યા છે, તો કોઈ તેને શ્રેષ્ઠ કહી રહ્યા છે. પરંતુ વધારે સમીક્ષકોએ આ ફિલ્મને લઈને નિરાશા દર્શાવી છે. તેમનું કહેવુ છે કે, આ ફિલ્મથી તેમને બહુ જ આશા હતી. પરંતુ તેણે પણ નિરાશ કર્યા છે. આ યાદીમાં હવે કંગના રનૌત પણ સામેલ થઈ ગઈ છે. કંગનાએ કહ્યું છે કે, ડાયરેક્ટર અયાન મુખર્જીએ ૬૦૦ કરોડ રૂપિયા સળગાવીને રાખ કરી દીધા છે. કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પહેલાં તો કરણ જાેહરને ફટકાર લગાવી. કંગનાએ લખ્યું કે, કરણ જાેહર જેવા લોકો પાસેથી તેમના વર્તનને લઈને પૂછપરછ કરવી જાેઈએ.

તેમને પોતાની ફિલ્મી લાઈફ કરતાં બીજાની સેક્સ લાઈફમાં રસ છે. તેઓ પોતે જ પ્રતિસાદ, સ્ટાર્સ અને નકલી ક્લેક્શન નંબર અને ટિકિટો ખરીદે છે. આ વખતે તેઓએ હિન્દુ ધર્મ અને સાઉથની લહેર પર સવારી કરવાનો પ્રયત્ન કર્યો. કંગના રનૌતે આ પછી કરણ જાેહર પર પોતાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન માટે સાઉથના અભિનેતાઓ અને ડિરેક્ટરો પાસે ભીખ માંગવાનો આરોપ લગાવ્યો હતો. સાઉથ સ્ટાર નાગાર્જુન અક્કિનેની પણ આ ફિલ્મનો ભાગ છે. હાલમાં જ જુનિયર એનટીઆર અને એસએસ રાજામૌલીએ હૈદરાબાદમાં આ ફિલ્મનું પ્રમોશન કર્યુ હતું. કંગનાએ આગળ કહ્યું હતુ કે, ‘તેઓ બધું જ કરશે પરંતુ સક્ષમ લેખકો, ડિરેક્ટરો, અભિનેતા અને અન્ય પ્રતિભાઓને કામ નહીં આપે. પહેલા નંબર પર તે લોકોને ભાડે કેમ ન રાખે જે ‘બ્રહ્માસ્ત્ર’ નામની એક નિષ્ફળતાને સુધારવા માટે ભીખ માંગવા ગયા હતા. કંગના રનૌતે કરણ જાેહર સિવાય ‘બ્રહ્માસ્ત્ર’ના ડિરેક્ટર અયાન મુખર્જીને પણ નથી છોડ્યાં. તેણે લખ્યું કે, ‘અયાન મુખર્જીને જીનિયસ કહેનારા દરેકને જેલ થવી જાેઈએ. આ ફિલ્મને બનાવવામાં તેમને ૧૨ વર્ષ લાગ્યા છે.

તેમણે આ ફિલ્મ માટે ૪૦૦થી વધારે દિવસો શૂટિંગ કરી અને ૧૪ ડીઓપી પણ બદલી દીધાં, ૮૫ આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ બદલ્યા અને ૬૦૦ કરોડ બાળીને રાખ કરી દીધાં. આ સાથે જ ‘બાહુબલી’ની સફળતા જાેતાં ફિલ્મનું નામ ‘જલાલુદ્દીન રૂમી’થી બદલીને ‘શિવા’ રાખીને ધાર્મિક ભાવનાઓનું શોષણ કરવાનો પ્રયાસ કર્યો. આવા તકવાદીઓ, આવી સર્જનાત્મકતાથી વંચિત લોકો, સફળતાના લાલચું લોકોને ભૂખ્યા રાખ્યાં. જાે જીનિયસ કહેવામાં આવે તો આ ગરબડ નહીં, પરંતુ દિવસને રાત અને રાતને દિવસ કહેવાની જાણીજાેઈને કરેલી રણનીતિ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.