માતાની સાથે ઊઘાડા પગે લાલબાગ ચા રાજાના દર્શન કરવા પહોંચ્યો સિદ્ધાર્થ

ફિલ્મી દુનિયા

મુંબઈ, એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા ગુરુવારે આશીવાર્દ લેવા માટે મુંબઈના લાલબાગ રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે તેની માતા રિમ્મા મલ્હોત્રા પણ હતી. સોશિયલ મીડિયા પર હવે તેની આ તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સિદ્ધાર્થ મલ્હોત્રાને પંડાલની તરફ જતા જાેઈ શકાય છે. આ દરમિયાન સિદ્ધાર્થે સિમ્પલ કૂર્તો પહેર્યો હતો અને હંમેશાંની જેમ ડેશિંગ લાગી રહ્યો હતો.

જાે કે, તસવીર વાયરલ થયા પછી તરત ફેન્સે પૂછ્યું કે સિદ્ધાર્થની કથિત ગર્લફ્રેન્ડ કિયારા અડવાણી તેની સાથે કેમ નથી દેખાતી. એક ફેન્સે લખ્યું, કિયારા તેની સાથે હોત તો સારું હતું. એક અન્ય કમેન્ટમાં લખ્યું હતું, કિયારા ક્યાં છે? એક અન્ય યુઝરે મજાકમાં કહ્યું, અમને રડાવશો નહીં, કિયારા માત્રા તારી હશે. તસવીરોમાં જાેઈ શકાય છે કે ભારે ભીડની વચ્ચે સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની માતાની સાથે લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન તેને ઓફ વ્હાઈટ કૂર્તો પહેર્યો હતો અને તેની માતાએ સિમ્પલ લાઈટ યેલો ડ્રેસ પહેર્યો હતો.

તેની આસપાસ ભીડ જમા થઈ ગઈ હતી અને ઘણા લોકો એક્ટરની સાથે ફોટો ક્લિક કરાવવા માટે પડાપડી કરી રહ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘યોદ્ધા’ માં જાેવા મળશે, જે આ વર્ષે ૧૧ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મ ‘યોદ્ધા’ એક એક્શન થ્રિલર છે, જેમાં દિશા પટની અને રાશિ ખન્ના પણ છે. તે સિયાવ ટૂંક સમયમાં અજય દેવગન અને રકુલ પ્રિત સિંહની સાથે ‘થેંક ગોડ’માં જાેવા મળશે. છેલ્લે તે ફિલ્મ શેરશાહમાં જાેવા મળ્યો હતો, જેમાં તેની સાથે એક્ટ્રેસ કિયારા અડવાણી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.