પાટણમાં મોંઘવારીના વિરોધમાં કોગ્રેસના કાર્યકરો દુકાનો બંધ કરવા નીકળ્યા

પાટણ
પાટણ

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. ત્યારે પાટણ શહેરના બજારો સવારે 8થી 12 કલાકનું ગુજરાત બંધની પાટણ ધારાસભ્યે બંધની જાહેરાત કરી હતી. ત્યારે આજે સવારથી જ પાટણ ધારાસભ્ય સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો શહેરના મેઇન બજાર સહિતના કોમ્પ્લેક્સની દુકાનો બંધ કરાવવા માટે નીકળી ગયાં છે. ત્યારે શહેરના હિંગળાચાચર ચોકમાં એક દુકાનદાર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે દુકાન બંધ કરવા મામલે ઉગ્ર બોલા ચાલી થઈ હતી.

દેશમાં સતત મોઘવારીનો ગ્રાફ વધતા આમ જનતા પરેશાન થઈ રહી છે. ત્યારે કોગ્રેસ દ્વારા મોઘવારી વિરુદ્ધ આજે ગુજરાત બંધની અપીલ કરતા પાટણની જનતાએ અને વેપારીઓએ બંધમાં સાથ આપ્યો હતો અને પોતાની દુકાનો સવારથી જ બંધ રાખી હતી. તો જૂનાગંજ વિસ્તાર જે નાસ્તાઓની લારીઓથી ધમધમતો હોય તે વિસ્તારમાં આજે બંધની અસર દેખાઈ તો શહેરમાં કેટલીક દુકાન ખોલતા પાટણ જિલ્લા કોગ્રેસના કાર્યકરોએ દુકાનો બંધ કરાવી હતી. શહેરમાં મોટા ભાગની દુકાનો બંધ રહી હતી.

ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકરો બંધ કરાવવા બજારોમાં નીકળ્યા હતા, લોકોએ પણ સમર્થન આપ્યું છે. ક્યાંક ક્યાંક દુકાનદારો અને કાર્યકરોમાં રકઝક જોવા મળી હતી. ત્યારે શહેરના હિંગળા ચાચર ચોકમાં એક દુકાનદાર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે દુકાન બંધ કરવા મામલે ઉગ્ર બોલા ચાલી થઈ હતી. જેમાં દુકાનદારે મોંઘવારી નડતી નથી તેમ કહી દુકાન બંધ ન કરતા હોબાળો મચ્યો હતો. જોકે, વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલની સમજાવટ બાદ દુકાન બંધ કરી હતી. એક વેપારીએ જણાવ્યું હતું કે, ભાજપ હોય કે કોંગ્રેસ બંને જ્યારે બંધનું એલાન આપે છે ત્યારે તેમના ના સમર્થનમાં વેપારીઓ પરેશાન થવાનો વારો આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.