લગ્નના ૯ મહિના બાદ જ પિતા બન્યો અભિનેતા વિપુલ
મુંબઈ, ટીવી એક્ટર વિપુલ રોયએ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ મેલિસ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા જ દિવસોમાં કપલે ગુડન્યૂઝ આપ્યા હતા. તેમના પહેલા સંતાનનો જન્મ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર ૨૦૨૨માં થવાનો હતો. આખરે કપલની ઈંતેજારીનો અંત આવ્યો છે. ૮ સપ્ટેમ્બરે વિપુલ રોયની પત્નીએ દીકરીને જન્મ આપ્યો છે. ઈન્ટરવ્યૂમાં વિપુલ રોયે કહ્યું હતું, “હું આતુરતાથી રાહ જાેઈ રહ્યો છું અને પિતા બનવાનો અનુભવ માણવા માગુ છું.
” હવે વિપુલની દીકરીનો જન્મ થઈ ગયો છે ત્યારે નિઃશંકપણે કપલ સાતમા આસમાને હશે. વિપુલની પત્ની મેલિસ સાન ફ્રાન્સિસકોમાં રહે છે અને આઈટી કંપની ચલાવે છે. દીકરીના જન્મ અંગે વાત કરવા વિપુલનો સંપર્ક તો ના થઈ શક્યો પરંતુ તેની નજીકના સૂત્રએ જણાવ્યું, “વિપુલ અને મેલિસ ખૂબ આનંદમાં છે. હાલ મેલિસ મુંબઈમાં છે અને થોડા મહિના સુધી અહીં જ રહેશે. મેલિસ અને વિપુલ બંને અલગ અલગ ફીલ્ડમાં કામ કરે છે. તેમનું ફીલ્ડ પણ એવું છે કે બંને હંમેશા લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં જ રહ્યા છે.
અગાઉ આ વિશે વાત કરતાં વિપુલે કહ્યું હતું, “ટેક્નોલોજીની મદદથી અમે વિડીયો કૉલ અને ફોન દ્વારા સંપર્કમાં રહીએ છીએ. અમારા લોન્ગ ડિસ્ટન્સ મેરેજમાં મેલિસે વધારે પ્રયાસ કર્યા છે. લગ્ન પહેલા પણ અમે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં હતા અને મહામારી દરમિયાન આ સ્થિતિ મુશ્કેલ લાગતી હતી. જાેકે, અમે સ્થિતિ સારી રીતે સંભાળી રહ્યા હતા. અમે પાંચ વર્ષથી સાથે છીએ.