પાટણમાં બગવાડા કન્યા શાળાના મુખ્ય ગેટ પર ધાબાના પોપડા પડતા દોડધામ

પાટણ
પાટણ

પાટણ શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારોમાં અનેક જૂના અને પ્રાચીન જર્જરીત થઈ ગયેલા મકાનો, દિવાલો જોવા મળતા રહે છે. તેની સાથો સાથ પાટણ નગરપાલિકા સંચાલિત શહેરમાં આવેલા કેટલાક શોપિંગ સેન્ટરો પણ વર્ષો પૂર્વે બનાવેલા હોય તે જર્જરીત બનવા જઈ રહ્યા હોય તેમ તેના પોપડા ખરી રહ્યા હોય દુકાનદારો અને વેપારીઓમાં ભયની લાગણી ઉભી થવા પામી છે. પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગ પર જ્ઞાનબાઈ પ્રસુતિગૃહની બાજુમાં આવેલ પાલિકાના શોપિંગ સેન્ટરમાં બગવાડા કુમાર શાળાના મકાનમાં પ્રવેશવાના માર્ગ પર સાંજના સુમારે મુખ્ય અચાનક જ ધાબામાંથી સિમેન્ટ કોન્ક્રીટના પોપડા ખરીને નીચે પડતા દુકાનદારોમાં ફફડાટ પ્રર્યો હતો.

અહીંના એક વેપારીએ જણાવ્યું હતું કે અહીં પ્રાથમિક શાળા આવેલી છે જે શાળા સાંજે પાંચ વાગ્યે છૂટ્યા બાદ અને શાળાના શિક્ષક સ્ટાફ શાળાએથી નીકળ્યા બાદ અચાનક અહીંના ગ્રાઉન્ડ ફલોરના મુખ્ય દરવાજાના ધાબાના સિમેન્ટ કોન્ક્રીટના પોપડા ધડાધડ નીચે પડતા વેપારીઓ ગભરાટ સાથે ટોળે વળી ગયા હતા. પોપડા નીચે પડતા લોખંડના સળિયા ઉઘાડા થઈ જવા પામ્યા હતા. જોકે, સદનસીબે શાળા છૂટ્યા બાદ આ ઘટના બનતા કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ કદાચ શાળા શરૂ થવાના કે છૂટવાના સમયે બાળકો પસાર થતા હોત અને આ રીતે સિમેન્ટના પોપડા ખરીને નીચે પડ્યા હોત તો કેવી જાનહાની થાત તે અંગે ચર્ચાઓ જાગી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.