MGમોટરે નેક્સ્ટ-જેન હેક્ટરની ઇન્ટેરિયર ડિઝાઇન કંસેપ્ટ – સિમ્ફની ઓફ લક્ઝરીનું અનાવરણ કર્યુ
MGમોટર ઇન્ડિયાએ ટૂંક સમયમાં લોન્ચ થનાર નેક્સ્ટ-જેન હેક્ટરનું વધુ એક ટીઝર રજૂ કર્યુ છે. ‘સિમ્ફની ઓફ લક્ઝરી’ તરીકે કલ્પના કરાયેલ નેક્સ્ટ જેન હેક્ટરનું ઇન્ટેરિયર હસ્તરચિત ટેક્ક્ષચર્સ, સોફ્ટટચ ટેક્ટાઇલ અને જેની માગ રહે છે તેવી સર્વતોમુખી મોકળાશ સાથે સિનેમેટીક અને તરબોળ અનુભવ ઓફર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યુ છે. ડ્યૂલ ટોન ઓક વ્હાઇટ અને બ્લેક ઇનટેરિયર તેની સાથે રિચ બ્રશ્ડ મેટલ ફિનીશ નેક્સ્ટ જેન હેક્ટરની કેબિન લક્ઝરીનો અર્થ દર્શાવે તેની ખાતરી રાખે છે, જેને કોકપીટ જેવા કોન્સોલ દ્વારા વિસ્તૃત બનાવવામાં આવી છે. વધુમાં લેધરના આવરણ સાથે તદ્દન નવી ઇસ્ટ્રૂમેન્ટ પેનલની ડિઝાઇન હોરિઝોન્ટલ લાઇન્સ સાથે ડિઝાઇન કરવામાં આવી છે અને તે ડોર પેનલ સુધી સતત રહે છે જેથી વિંગ્સપેન દ્વારા ફ્રંટ કેબિન આચ્છાદિત રહે. એસી વેન્ટ પરની ક્રોમ ટ્રીમ નેક્સ્ટ-જેન હેક્ટરમાં ઓફર કરવામાં આવતી ઉચ્ચ લક્ઝરીને વિસ્તૃત બનાવે છે.