કાર થીમ પર શાહિદ-મીરાએ ઉજવ્યો દીકરાનો ચોથો બર્થ ડે

ફિલ્મી દુનિયા

મુંબઈ,બોલિવુડ એક્ટર શાહિદ કપૂર અને પત્ની મીરા રાજપૂતના દીકરા ઝૈનનો ૫ સપ્ટેમ્બરે ચોથો બર્થ ડે હતો. કપલે ધામધૂમથી દીકરાનો ચોથો જન્મદિવસ ઉજવ્યો હતો. બર્થ ડે સેલિબ્રેશનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જાેઈ શકો છો કે, ગાડીઓના શોખીન ઝૈન માટે કાર થીમની કેક લાવવામાં આવી છે. નાનકડો ઝૈન મમ્મી-પપ્પા અને મોટી બહેન મિશા સાથે મળીને કેક કાપતો જાેવા મળી રહ્યો છે. કેક કાપ્યા બાદ મીરા દીકરાના ગાલ પર કિસ પણ કરે છે.

આ વિડીયોમાં મીરા રાજપૂત ફ્લોરલ આઉટફિટમાં જાેવા મળી રહી છે. જ્યારે શાહિદ કપૂરે નિયોન રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. ઝૈનના બર્થ ડે પર રોટેટિંગ કાર થીમની કેક લવાઈ હતી. જે ચારેય જણાં સાથે મળીને કાપતાં દેખાઈ રહ્યા છે. આ દરમિયાન મિત્રો અને મહેમાનો ઝૈન માટે બર્થ ડે ગીત ગાતા જાેવા મળી રહ્યા છે. ઝૈનની બર્થ ડે પાર્ટીની વધુ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં શાહિદ અને મીરા પાર્ટીમાં કોટન કેન્ડીના સ્ટોલના માલિક સાથે પોઝ આપતાં દેખાઈ રહ્યા છે. મીરાના હાથમાં કોટન કેન્ડી પણ જાેવા મળી રહી છે. પાર્ટીમાંથી વધુ એક તસવીર સામે આવી છે.

જેમાં ડેકોરેશનની ઝલક જાેવા મળી રહી છે. ઝૈનના કાર પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખતા રેસ ટ્રેકનું બેકગ્રાઉન્ડ, ઢગલાબંધ ગાડીઓ અને ફુગ્ગાથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. દીકરાના બર્થ ડે પર મીરા રાજપૂતે સોશિયલ મીડિયા પર તેમના તાજેતરના યુરોપ વેકેશનની ઝૈનની એક તસવીર શેર કરી હતી. તેણે લખ્યું હતું, “તોફાની સ્મિત સાથેની કોમળ આંખો, હૂંફાળા આલિંગન અને પ્રેમાળ રીતે ચડી જતાં ભવાં…તું જેમ મારા દિલને પીગળાવે છે તે રીતે કોઈ નથી પીગળાવી શકતું. ચોથા જન્મદિવસની શુભેચ્છા મારા વહાલા ઝૈન. અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ??” જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ શાહિદ અને મીરાએ દીકરીનો બર્થ ડે પણ ધામધૂમથી ઉજવ્યો હતો. શાહિદ અને મીરાએ ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. તેમનાં બે સંતાનો છે- મીશા અને ઝૈન.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.