ડીસાના ઝેરડાના સરપંચ પતિનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના ઝેરડા ગામે સરપંચ પતિ ગ્રામ પંચાયતની ઓફિસમાં તલાટી સાથે બીભત્સ વર્તન કરી જેમ તેમ બોલ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. કામ બાબતે તલાટી સાથે અસભ્ય વર્તન કરી કાઢી મૂકી ઓફિસને તાળું મારી ચાવી પણ સરપંચ પતિ લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તલાટી મંડળમાં ભારે નારાજગી જોવા મળી રહે છે. જોકે આ મામલે તલાટી અને સરપંચ પતિ બંનેએ આ વીડિયો સાચો હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ કે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી.

ઝેરડા ગ્રામ પંચાયતમાં અત્યારે તલાટી તરીકે ગજુભાઈ ગુર્જર ફરજ બજાવી રહ્યા છે. એમાં કામ બાબતે સરપંચના પતિ અને તલાટી વચ્ચે રકઝક થઈ હતી. એ દરમિયાન ગ્રામ પંચાયતની ઓફિસમાં જ સરપંચ જેબરબેન રબારીના પતિ પીરાભાઈ રબારી ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ઓફિસની અંદર લોકોની સામે જ તલાટી સાથે જેમ તેમ બીભત્સ વર્તન કર્યું હતું. સરપંચ પતિએ અરજદારોની સામે ગાળો બોલી હતી. એટલું જ નહીં, પરંતુ તલાટીને ચોર કહી ઓફિસમાંથી જતા રહેવાનું કહ્યું હતું. બાદમાં સરપંચ પતિએ તલાટીને ઓફિસમાંથી કાઢી મૂકી ઓફિસને તાળું મારી ચાવી પણ લઈ લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.