અભિનેત્રી સોનાલીએ બિકિનીમાં યોગ કર્યા

ફિલ્મી દુનિયા

મુંબઈ,બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી સેયગલ ફિલ્મ પ્યાર કા પંચનામાથી પોપ્યુલર થઈ હતી. તે પ્યાર કા પંચનામા સિવાય ફિલ્મ વેડિંગ પુલાવ, સોનુ કે ટીટુ કી સ્વિટી, હાઈ જેક, સેટલર્સ, જય મમ્મી દીમાં જાેવા મળી હતી. હવે તે બીજી ૩ ફિલ્મોમાં જાેવા મળશે. આ સિવાય તે વેબ સિરીઝ ઈલલિગલ અને અનામિકામાં પણ જાેવા મળી હતી.

ત્યારે હવે એક્ટ્રેસ સોનાલીએ સોશિયલ મીડિયા પર વર્કઆઉટનો એક વિડીયો શેર કર્યો છે કે જેથી તે ચર્ચામાં આવી છે. આ વિડીયોમાં એક્ટ્રેસ સોનાલી બિકિનીમાં યોગ કરતી જાેવા મળી રહી છે. તેની સાથે એક્ટ્રેસનો યોગ ઈન્સ્ટ્રક્ટર પણ જાેવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા યૂઝર્સ એ પ્રકારે કોમેન્ટ કરી રહ્યા છે કે એક્ટ્રેસ સોનાલીનો યોગ ઈન્સ્ટ્રક્ટર કેટલો નસીબદાર છે. એક યૂઝરે તો એવું પણ કહ્યું કે મારે પણ આ નોકરી કરવી છે.

જ્યારે અન્ય કોમેન્ટ્‌સમાં લકી યોગ ટ્રેનર, મારે પણ આ જાેબ કરવી છે અને હું પણ યોગ ટીચર બનું તેવું જણાવ્યું હતું. બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન ફિટનેસ માટે ખૂબ જ જાગૃત છે. ત્યારે તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે જેમાં તે સતત વિવિધ પ્રકારની કસરત કરતી જાેવા મળી રહી છે. તેમ છતાં કરીના કપૂર ખાન ટ્રોલ થઈ છે.

યૂઝર્સે કરીના કપૂરના ફિટનેસવાળા વિડીયો પર કમેન્ટ્‌સ કરતા લખ્યું કે, ત્રીજા બાળક માટે તૈયાર છે. જ્યારે અન્ય યૂઝરે લખ્યું કે આન્ટી હવે કશું નહીં થાય. ત્યારે કરીના કપૂરના સપોર્ટમાં પણ યૂઝર્સે કોમેન્ટ્‌સ કરતા લખ્યું કે જુઓ કેટલી મહેનત કરે છે. તે જીમમાં નથી જતી અને ઘરે જ કસરત કરે છે. ખૂબ સરસ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.