પગમાં ફ્રેક્ચર હોવા છતાં શિલ્પાએ ધામધૂમથી બાપ્પાનું વિસર્જન કર્યું

ફિલ્મી દુનિયા

મુંબઈ, શિલ્પા શેટ્ટી દર વર્ષે ગણેશ ચતુર્થી પર પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરે છે. આ વખતે પણ મુંબઈમાં પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું, પરંતુ દર વર્ષ કરતા આ વખતે એક્ટ્રેસનો અંદાજ થોડો અલગ હતો કારણ કે એક્ટ્રેસ વ્હીલચેર પર બેઠેલ જાેવા મળી હતી પરંતુ ઉત્સાહ એટલો હતો કે બહેન શમિતા શેટ્ટીની સાથે ઠુમકા લગાવી રહી હતી. શિલ્પા શેટ્ટીને ભલે ફ્રેક્ચરના કારણે વ્હીલચેર પર રહેવું પડ્યું પરંતુ તેમ છતાં તે ઘણી એક્સાઈટમેન્ટ હતી. ગણપતિ વિસર્જનના સમયે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ પોતાના બાળકો વિવાન અને સમિશાની સાથે મેચિંગ ડ્રેસ પહેર્યો હતો. બંને પતિ-પત્ની સારા લાગી રહ્યા હતા. મુંબઈમાં પોતાના ઘરની બહાર બાપ્પાની વિદાઈ કરતા શિલ્પા શેટ્ટી ઢોલના અવાજ પર નાચતી જાેવા મળી. શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પણ ગણેશ વિસર્જનના પ્રસંગે ડાન્સ કરતી જાેવા મળી. શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટીની સાથે તેની મમ્મી સુનંદા પણ ગણેશ વિસર્જનના પ્રસંગે હાજર હતી. શિલ્પા શેટ્ટીના ચહેરા પર ગણેશ વિસર્જનના પ્રસંગે એક અલગ જ એક્સાઈડમેન્ટ જાેવા મળી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પા શેટ્ટી ઉત્સાહમાં જાેવા મળી હતી. શિલ્પા શેટ્ટીએ ઉત્સાપૂર્વક વિસર્જનમાં ભાગ લીધો અને ગણેશજીની આરતી કરતી જાેવા મળી. શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર દર વર્ષે તસવીર પણ શેર કરે છે. શિલ્પા શેટ્ટીએ પરિવારની સાથે મળીને ગણપતિ બાપ્પાનું વિસર્જન કર્યું. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પગે ફ્રેક્ચર થઈ ગયું હતું. કુંદ્રા ફેમિલીની આ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. શિલ્પા શેટ્ટી દર વર્ષે આ ઉત્સાહની સાથે ગણેશ ચતુર્થી મનાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.