ડીસાના યુવાને ગુજરાત લેવલની બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કયા

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) ડીસા, ડીસા શહેરના પાટણ હાઇવે ઉપર આવેલા શ્યામ બંગલોઝ ખાતે રહેતા કલ્પેશ કુંદનલાલ માળીનેકસરતનો ખૂબ જ શોખ હતો. જેથી તેને ચંદ્રલોક રોડ ઉપર આવેલા ફિટનેસ વલ્ડ જીમમાં આજથી ચાર વર્ષ અગાઉ જવાની શરૂઆત કરી હતી અને તેનું એક સપનું હતું કે બોડી બિલ્ડિંગમાં તે શહેર અને સમાજનું નામ રોશન કરે જેથી તે દરરોજ નિયમિત કસરતની સાથે સાથે પ્રોટીન યુક્ત ખોરાક પણ લેતો હતો અને તેનું એક સપનું હતું કે ગુજરાત રાજ્યની બોડી બિલ્ડિંગ સ્પ ર્ધામાં ભાગ લે જેના માટે તે છેલ્લા દસ મહિનાથી સતત વર્કઆઉટ કરી રહ્યો હતો અને છેલ્લા બે મહિનાથી તે સતત પાંચ કલાક જેટલું વર્કઆઉટ કરવાની સાથે પ્રોટીન યુક્ત ખોરાક પણ આરોગતો હતો ત્યારે તાજેતરમાં આણંદ ખાતે સમગ્ર ગુજરાત લેવલની બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી ૮૦ થી વધુ યુવાનો એ ભાગ લીધો હતો. જેમાં ડીસાના કલ્પેશ માળીએ પણ ભાગ લીધો હતો અને ખૂબ જ સારું પરફોર્મન્સ આપી તેને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા ગોલ્ડ મેડલ આપી તેનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ યુવાન ડીસા આવતા ફિટનેસ વર્લ્ડ પરિવાર તેના મિત્રો અને માળી સમાજ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચાર વર્ષની મહેનત બાદ મારું સપનું પૂરું થયું છે

આ અંગે કલ્પેશ માળીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી હું ગોલ્ડ મેડલની રાહ જોતો હતો અને છેલ્લા દસ મહિનાથી સતત વર્કઆઉટ કરીને ગુજરાત લેવલની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં દેશ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લઈ હજુ પણ વધુ મેડલો પ્રાપ્ત કરવાનું મારું સપનું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.